રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વાર્ષિક મહોત્સવમાં ખંભાળિયાની વિદ્યાર્થીનીઓના કૌશલ્યથી દર્શકો થયા મંત્રમુગ્ધ

11:54 AM Mar 11, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

 

ખંભાળિયાની પ્રથમ હરોળની શૈક્ષણિક સંસ્થા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનું શનિવારે સાંજે એન્યુઅલ ફંકશન યોજવામાં આવ્યું હતું. ટ્વિલાઈટ ગાલા - 2024 ના આ આયોજનમાં વિદ્યાર્થીઓએ રજુ કરેલ કરેલા સુંદર પર્ફોમન્સથી ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા.

ખંભાળિયાના રામનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલનો વાર્ષિક સમારોહ શાળાના વિશાળ પરિસરમાં યોજવામાં આવ્યો હતો. આકર્ષક રોશની, ડેકોરેશન તેમજ અદ્યતન સાઉન્ડ સિસ્ટમના સથવારે યોજવામાં આવેલા આ ટ્વિલાઈટ ગાલા - 2024 કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, અધિકારીઓ સાથે વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના સિનિયર ફાધર બેની જોશેફના વડપણ હેઠળ યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં શાળાના નાના ભૂલકાઓએ સુંદર પરફોર્મન્સ રજૂ કર્યા હતા. આટલું જ નહીં, ખાસ કરીને વિદ્યાર્થીનીઓ દ્વારા સેલ્ફ ડિપેન્ડન્સ, કરાટે, વિગેરેના સુંદર દેખાવથી ઉપસ્થિત સૌ કોઈ પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે બાળકો મોબાઇલના ઉપયોગથી દૂર રહે તેમજ સામાજિક અને શૈક્ષણિક મુદ્દાઓ સાથે મનોરંજન પીરસતી વિવિધ સુંદર કૃતિઓએ દર્શકોને છેક સુધી જકડી રાખ્યા હતા.

આ પ્રસંગે ફાધર બીનોઈ (રાજકોટ), અહીંના મામલતદાર વિક્રમ વરુ, ઇન્ચાર્જ પી.આઈ. એસ.વાય. ઝાલા, જિલ્લા પંચાયતના સદસ્ય સંજયભાઈ નકુમ, જીતેન્દ્રભાઈ કણજારીયા, નાયબ મામલતદાર રામભાઈ ચાવડા, પત્રકાર કુંજનભાઈ રાડિયા વિગેરે સાથે આગેવાનો હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ કોઈ મહાનુભાવોનું શાળાના ફાધર તેમજ સ્ટાફ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ આયોજનમાં વિદ્યાર્થીઓ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. આ પ્રકારના કાર્યક્રમોથી વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ સાથે આત્મવિશ્વાસમાં વધારો થાય છે તેવા પ્રતિભાવો ઉપસ્થિત આગેવાનો, અધિકારીઓ તથા વાલીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા હતા. શહેરના શૈક્ષણિક જગત માટે ઐતિહાસિક સમાન બની રહેલા આ કાર્યક્રમની સૌ કોઈએ સરાહના કરી હતી.

Tags :
gujaratgujarat newsKhambhalia
Advertisement
Next Article
Advertisement