ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પ્રખ્યાત ગોંડલિયા મરચાની આવક શરૂ
દેશ વિદેશ માં પ્રખ્યાત ગોંડલ નાં ગોંડલીયા મરચાની સિઝન શરુ થતા ગોંડલ માર્કેટ યાર્ડ માં સૌ પ્રથમ 3000 ભારી ની આવક સાથે મરચાની આવક નાં શ્રીગણેશ થયાછે ગત સવારે યાર્ડના સેક્રેટરી તરુણભાઈ પાંચાણી, આસિસ્ટન સેક્રેટરી હિતેશભાઈ સાવલીયાની ઉપસ્થિતિમાં મરચાની હરાજી શરૂૂ કરવામાં આવી હતી હરરાજીમાં મુહૂર્તમાં 1893 મરચાની 3 ભારી ના 20 કિલોના ભાવ રૂૂ. 8,001 સુધીના ભાવ બોલાયો હતો ભુણાવા ગામના વિપુલભાઈ વોરા નામના ખેડૂતને મુહૂર્તનો ભાવ મળ્યો હતો. જયારે યાર્ડ માં બીલનાથ ટ્રેડિંગ કંપની ધરાવતા જગદીશભાઈ રૂૂપારેલીયા નામના વેપારી દ્વારા મુહૂર્તનો ભાવ બોલાયો હતો.
યાર્ડમાં મરચાની હરરાજીમાં સારા માલના સરેરાશ ભાવ 3000 થી લઈ 3500 સુધીના ભાવ બોલાયા હતા.
આ વખતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો મોટા ભાગનાં મરચાનાં પાકમાં નુકસાન થવા પામ્યું છે.ત્યારે યાર્ડમાં આવેલ મરચાની આવકમાં મોટા ભાગનાં મરચાનો પાક ડેમેજ હોવાના કારણે ભાવ નીચો ગયો હતો.ડેમેજ મરચાની ભારીનો ભાવ રૂૂ.1000 થી રૂૂ.1500 સુધીનો ભાવ બોલાયો હતો.
સમગ્ર સૌરાષ્ટ્ર માંથી ખેડૂતો માલ વેચવા ગોંડલ માર્કેટયાર્ડમાં આવતા હોય છે. બીજી બાજુ રાજસ્થાન, યુ.પી, એમ.પી, તેલંગાણા, કેરેલા, સહિતના રાજ્યો માંથી વેપારીઓ માલ ખરીદી કરવા ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવે છે.આમ ગોંડલ નું મરચું સમગ્ર ભારતભરમાં પ્રખ્યાત છે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતો પોતાનો મરચાનો પાક સુકવી ને લાવે તેવી અપીલ કરવામાં આવી હતી