ભગવાન શ્રીકૃષ્ણની પ્રાચિન નગરીની થશે તપાસ, ASIની ટીમ દ્વારકામાં
05:36 PM Nov 26, 2025 IST | Bhumika
ભારતીય પુરાતત્ત્વ વિભાગ (ASI)ની ઉચ્ચસ્તરીય ટીમ દિલ્હીથી દ્વારકા પહોંચી છે. અધિક મહાનિર્દેશક આલોક ત્રિપાઠીના નેતૃત્વમાં ટીમે જગત મંદિર આસપાસનું સર્વેક્ષણ શરૂૂ કર્યું છે. દટાયેલા અને મહત્ત્વપૂર્ણ અવશેષોની શોધ માટે ખોદકામ કરવામાં આવશે.
Advertisement
માહિતી અનુસાર ભગવાન શ્રીકૃષ્ણની પ્રાચીન નગરી જૂની દ્વારકાના દટાયેલા અને મહત્ત્વપૂર્ણ અવશેષોની શોધ માટે ખોદકામ શરૂૂ કરવાની તૈયારી કરી છે. આ સમગ્ર પ્રક્રિયામાં મંદિરની આસપાસના વિસ્તારોનું વૈજ્ઞાનીક રીતે સર્વે કરવામાં આવી રહ્યો છે. ખોદકામ દરમિયાન દરેક અવશેષ અને પુરાવાની નોંધ વિગતવાર લેવામાં આવશે
સ્થળ પર પૂજન-અર્ચન પછી ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. ASIના અધિકારીઓએ જણાવ્યું કે ખોદકામ દરમિયાન દરેક અવશેષ અને પુરાવાની નોંધ વિગતવાર લેવામાં આવશે, જેથી દ્વારકા શહેરના પ્રાચીન ઈતિહાસને અનાવૃત કરવામાં મદદ મળે.
Advertisement
Advertisement