રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લાભાર્થી પરિવારના પુખ્ત સંતાનોને પણ મળશે સરકારી આવાસ

06:11 PM Dec 23, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

સંતાનોએ મા-બાપથી અલગ પોતાની આવક બતાવવી પડશે, અવિવાહિત ને પણ લાભ મળવા પાત્ર

Advertisement

રાજકોટ શહેરમાં કોર્પોરેશનની હદમા વસવાટ કરતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સરકારની અલગ અલગ યોજના અંતર્ગત સસ્તાભાવે આવાસ ફાળવવામાં આવી રહ્યા છે. જેમાં મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને સ્માર્ટઘર યોજના અંતર્ગત નવી આવાસ યોજનાઓ તૈૈયાર કરવામાં આવી રહી છે. પરંતુ એક પરિવારને આવાસ મળ્યા બાદ તેમના સંતાનોને આવાસ મળે કે કેમ તે અંગે લોકો અવઢવમાં મુકાયા હતાં. જેનું નિરાકરણ આવાસ યોજના વિભાગે લાવી જણાવ્યું છે કે, લાભાર્થીના પુખ્તવયના સંતાનોને પણ આવાસ યોજનાનો લાભ મળી શકશે પરંતુ સંતાનોએ મા-બાપથી અલગ પોતાની આવક આવાસ યોજનાના નિયમ મુજબ બતાવવી પડશે.

શહેરના અનેક મોટા પરિવારો કે જેઓ મહાનગરપાલિકાનું આવાસ ધરાવતા હોય તેમના પરિવારના પુખ્તવયના સંતાનો માટે આવાસ યોજનાનું ફોર્મ ભરી શકાય કે નહીં તેવો પ્રશ્ર્ન ઉભો થયો હતો અગાઉ સરકારે આ મુદ્દે પુખ્તવયના સંતાનોને આવાસ મળશે તેવી જાહેરાત કરેલ છતાં અનેક મોટા પરિવારોના સંતાનો માટેનો ઈસ્યુ ઉભો થયો હતો. જે અંગે આવાસ યોજના વિભાગમાં પુછપરછ કરતા માલુમ પડેલ કે, સરકારે આવાસ યોજનાના નિયમોમાં ફેરફારો કરી લાભાર્થી પરિવારના પુખ્તવયના સંતાનોને પણ આવાસ યોજનાનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આવાસ યોજાનાના નિયમો મુજબ જે લાભાર્થી પાસે આવાસ હોય અને તેમના પુખ્તવયના સંતાનોએ આવાસ યોજનાનું ફોર્મ ભરવું હોય ત્યારે હયાત લાભાર્થીએ દર્શાવેલ વાર્ષિક આવકથી અલગ સંતાનોએ પોતાની આવક બતાવવી પડશે તેવી જ રીતે પોતાની આવક મુજબનું પણ રિટર્ન તૈયાર કરવું પડશે. સરકારના નિયમ મુજબ પુખ્તવ્યક્તિ પોતાની રિતે કમાઈને આવાસના હપ્તા ભરી શકવા સક્ષમ છે તેવું સાબિત કરવાનું રહેશે. અને આ મુજબના દરેક પુખ્તવયના સંતાનો આવાસ યોજનાનું ફોર્મ ભરી શકશે.

આવાસ યોજનામાં ફોર્મ ભરતી વખતે પુરુષ પરણેલો હોવો જોઈએ અને તેનો પરિવાર હોય તેવું લોકો માને છે જેની સામે આવાસ યોજનાના નિયમ મુજબ કોઈપણ લાભાર્થીના સંતાનો પુખ્તવયના થાય જેમાં પુત્ર અપરણીત હોય ત્યારે પણ સેપ્રેટ આવકના પુરાવા હોય તો તેને આવાસ મળવા પાત્ર છે. તેવી જ રીતે લાભાર્થીની પુત્રીને પણ આવાસ મળવા પાત્ર છે. આથી હવે આવાસ ધરાવતા દરેક પરિવારના પુખ્ત સંતાનોને નવી આવાસ યોજનામાં ફોર્મ ભરવાની લીલી ઝંડી મળી ગઈ છે. પરંતુ આવાસ યોજનાના નિયમોને અનુસરવાનું રહેશે. તેમ આવાસ યોજના વિભાગમાંથી જાણવા મળેલ છે.

વેઈટિંગમાં રહેલા અરજદારોને પ્રથમ લાભ
મહાનગરપાલિકાની નવી આવાસ યોજનાની જાહેરાત થાય ત્યારે આવાસો કરતા વધુ ફોર્મ ભરાઈને આવતા હોય છે. જેનો ડ્રો થયા બાદ અનેક અરજદારોને આવાસ મળતું નથી આથી મનપા દ્વારા વેઈટીંગની અમલવારી શરૂ કરવામાં આવી છે. જેથી આવાસ યોજનાના ડ્રોમાં આવાસ ન લાગ્યું હોય તેવા અરજદારોનું વેઈટીંગ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને આ અરજદારોએ નવી આવાસ યોજનાની જાહેરાત થાય ત્યારે ફોર્મ રજૂ કરવાનું રહેશે નહીં. અને નવી બનનાર આવાસ યોજનામાં પ્રથમ લાભ આપવામાં આવશે. તેમ આવાસ યોજના વિભાગમાંથી જાણવા મળેલ છે.

Tags :
government housinggujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement