જામજોધપુર પંથકમાં ખાનગી ચકકી કંપનીઓ દ્વારા ગૌચર અને ખરાબાના દબાણ મુદ્દે તંત્ર મૌન
તંત્રમાં કોઈ અધિકારીની પણ આમાં સાંઠગાંઠ હોવાની લોકમુખે ચર્ચા
જામ-જોધપુર તાલુકામાં આંબરડી શક વડાળા ધુનડા ઈશ્ર્વરીયા પંથકમાં ખાનગી પવન ચકીના કામો પુર જોશમાં ચાલે છે અનેક જગ્યાએ ગૌચર તેમજ ખરાબામાં દબાણ થઈ રહ્યાં છે. વિરોધ કરવાવાળા નેતાઓ ને પોતાના માણસને તથા તેમના મળતીયાઓને કામ મળી જતાં અથવા બીજી કોઈ રીતે સેટીંગ થઈ જતાં ચુપ થઈ ગયા છે.
જો કે ભુતકાળમાં ખાનગી પવન ચકી સાથે સેટીંગો કરેલ નેતાઓને પ્રજાએ જવાબો આપી દીધા છે હજુઆવા નેતાને આવતા ચૂંટણી ટાણે પ્રજા જવાબ આપશે જ ત્યારે અનેક અરજીઓ રજુઆતો છતાં ગેરકાયદેસર માટીખોદકામ રોયલ્ટી વિનાની રેતી એની હેરફેર સામે દબાણ ઝુંબેશ ઉપાડનારૂ જામજોધપુરનું સુફીયાણું તંત્ર ખાનગી કંપનીના આ કારનામાં સામે કેમ મૌન છે કે પછી તંત્રના કોઈ અધિકારીની પણ આમા સાંઠગાંઠ છુપાયેલી છે.
સામાન્ય કેસ બાબતે આકરી કાર્યવાહી કરી પ્રજામાં વાહવાહી મેળવતું તંત્ર ગૌચર અને ખરાબાના દબાણ નામુદે કેમ મૌન છે તેવો આમ પ્રજામાં પ્રશ્ર્ન ઉઠયો છે.