રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કાલાવડ પંથકમાં 15 ચોરીઓને અંજામ આપનાર આરોપી ઝડપાયો

12:23 PM Oct 07, 2024 IST | admin
Advertisement

રોકડ, મોબાઇલ, બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત, વધુ ત્રણ સાગરીતોના નામ ખુલ્યા

Advertisement

જામનગર જિલ્લાના કાલાવડ પંથક મા થોડા દિવસ પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબી પોલીસને સફળતા સાપડી છે અને મૂળ દાહોદ પંથકના એક શખ્સને ઝડપી પાડ્યો છે .આ આરોપી તેના અન્ય ત્રણ સાગરીતો સાથે મળીને કુલ 15 ચોરી કરી હોવાની કબુલાત આપી છે.

જામનગર ની એલ.સી.બી.ના પોલીસ ઇન્સ વી.એમ. લગારીયા તથા પો.સ.ઇ .પી.એન.મોરી તથા પો.સ.ઈ .એ.કે.પટેલ નાઓ તથા એલ.સી.બી.સ્ટાફના માણસો સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી, જામનગર જીલ્લાના વણશોધાયેલ ચોરીના ગૂનોઓ શોધી કાઢવા કાર્યરત હતા આ દરમ્યાન એલ.સી.બી. સ્ટાફ ને બાતમીદારો થી હકિકત મળેલ કે, અનીલભાઈ મેધજીભાઇ બામણીયા (ઉ .વ.24 ધંધો-ખેતમજુરી રહે ગાગરડી, તા.ગરબાડા જી.દાહોદ હાલ-રીનારી તા કાલાવડ ) વાળો કાલાવડમાં અલગ અલગ સ્થળે ચોરીમાં સંડોવાયેલ છે.જે. બાતમી આધારે આરોપી ને કાલાવડ ધોરાજી રોડ મુકતેશ્વર મહાદેવ મંદિર પાસે થી પોલીસે ઝડપી લીધો હતો.અને તેની પાસે થી રૂૂ.6775 ની રોકડ રકમ, એક,મોટર સાયકલ, મો.ફોન, ચાર નંગ વિદેશી ચલણની નોટ ઉપરાંત કોષ , ગણેશિયો, પકડ, છરી, ડીસમીસ ,તાળા ખીલવા માટે ની ચાવીઓ વિગેરે કબ્જે કર્યા હતા.

આરોપી અનિલ બામણીયાની પૂછપરછમાં તેણે પોતાના અન્ય ત્રણ સાગ્રીતો વિક્રમ ભાભોર , શૈલેષભાઈ ભાભોર અને કલ્પેશ આદિવાસી સાથે મળીને કુલ 15 ચોરીને અંજામ આપ્યો હોવા ની કબુલાત આપી હતી. મજકુર આરોપીઓ કાલાવડ તાલુકામાં ખેત મજુરી કામ કરતા હોય,જેથી રાત્રી દરમ્યાન કાલાવડ તાલુકાના અલગ અલગ ગામના બંધ મકાન, કારખાના, દુકાનના શટર ઉંચકી, લોખંડ ની કોસ, ગણેશીયો,ડીસમીસ પકડ વડે તોડી તેમજ ડુપ્લીકેટ ચાવી ઓ સાથે રાખી ચોરી ઓ ને અંજામ આપતા હતાં આરોપી દ્વારા કબૂલ કરેલ ચોરી મા ત્રણેક મહિના પહેલા અનીલ બામણીયા એ કાલાવડ તાલુકા ના રીનારી ગામમાં કેબીનના તાળા તોડી દુકાનમાથી રોકડ રૂપીયા પાન સમાલા, વિગેરેની ચોરી કરેલ હતી. બે મહિના પહેલા અનીલ બામણીયા તથા વિક્રમ ભાભોર બંનેએ રાત્રીના સમયે રીનારીગામ ના પાટીયા પાસે આવેલ કેબીન તોડી તેમાંથી રોકડ રૂૂપીયા તથા વિમલ મસાલા, વિગેરેની ચોરી કરેલ હતી.

બે મહિના પહેલા અનીલ બામણીયા તથા શૈલેષભાઇ ભાભોર એ રાત્રીના સમયે ટોડા ગામે દુકાનના તાળા લોખંડ ની કોસ તથા ડીસમીસ વડે તોડી રોકડ રૂૂપીયા તથા પાન મસાલા ની ચોરી કરેલ હતી. દોઢેક મહિના પહેલા અનીલ બામણીયા તથા વિક્રમ ભાભોર એ રાત્રીના સમયે સણોસરી ગામના પાટીયા પાસે પાનની કેબીનના તાળા તોડી રોકડ, અન્ય કરીયાણા ની માલ સમાન ની ચોરી કરેલ હતી. એકાદ મહિના પહેલા અનીલ બામણીયા તથા શૈલેષભાઇ તથા વિક્રમભાઈ એ રીતેના ત્રણેયએ રાત્રીના સણોસરીગામે એક બંધ દુકાનના તાળા તોડી રોકડ રૂૂપીયા ની ચોરી કરેલ હતી. એકાદ મહિના પહેલા અનીલભાઇ તથા કલ્પેશ તથા તેનો શૈલેષ એ રીતેના ત્રણેયએ કાલાવડ થી ધોરાજી રોડ ઉપર પેટ્રોલપંપથી આગળ દુકાન ના તાળા તોડી રોકડ અન્ય માલની ચોરી કરેલ હતી. અઠવાડીયા પહેલા અનીલ બામણીયા તથા શૈલેષભાઇ તથા વિક્રમભાઇ એ રીતેના ત્રણેય એ રીનારીગામમા એક બંધ મકાનનો દરવાજો તોડી મકાનમાં પ્રવેશ કરી ચાંદી ના દાગીનાની ચોરી કરેલ હતી.

અઠવાડીયા પહેલા અનીલ તથા શૈલેષ તથા વિક્રમ એ રાત્રી ના ત્રણેયએ રીનારીગામ ની સીમમા ગોડાઉનના તથા ઓરડીનુ તાળુ તોડી ચોરી ની કોશિષ કરેલ હતી. અઠવાડીયા પહેલા અનીલ બામણીયા તથા શૈલેષ તથા વિક્રમ રાત્રીના ત્રણેય જણા મુળીલાગામની સીમમા ઓરડીના તાળા તોડી ચોરીની કોશિષ કરેલ હતી. સાતેક દિવસ પહેલા અનીલ બામણીયા એ રીનારી ગામે પાટીયા પાસે બંધ કેબીન ના તાળા તોડી રોકડ તથા વિમલ બિસ્કીટની ચોરી કરેલ હતી. પાંચેક દિવસ પહેલા અનીલ બામણીયા તથા શૈલેષ બંને એ કાલાવડ- રણુજા રોડ ઉપર સીમેન્ટ ના કારખાના, મેડીકલ તથા દુકાનના તાળા તોડી રોકડ રૂપીયાની ચોરી કરેલ તેમજ ચોરીની કોશિષ કરેલ હતી. ચારેક દિવસ પહેલા અનીલ બામણીયા તથા શૈલેષ ભાભોર એ કાલાવડ ટાઉનમા આઇ.ટી.આઇ પાસે આવેલ કેબીનના તાળા તોડી ચોરીની કોશિષ કરેલ.

ચારેક દિવસ પહેલા અનીલ બામણીયા એ રેકડીના તાળા તોડી ચોરીની કોશિષ કરેલ હતી. ચારેક દિવસ પહેલા અનીલ બામણીયા તથા શૈલેષ ભાભોર બંને જણાએ કાલાવડ થી જામનગર રોડ ઉપર આવેલ ચાની હોટલના તાળા તોડી રોકડ તથા સોપારી, વિગેરે ની ચોરી કરેલ હતી. ચારેક દિવસ પહેલા અનીલ બામણીયા તથા શૈલેષ ભાભોર એ જણાએ કાલાવડ આઇટીઆઇની સામે જીઆઇડીસી મા બંધ કારખાનાના તાળા તોડી ચોરીની કોશિષ કરી હતી. આમ એક સાથે 15 ચોરીનાં બનાવનો ભેદ ઉકેલવામાં જામનગરની એલસીબી પોલીસ ને સફળતા સાપડી છે.

Tags :
gujaratgujarat newsjamanagrnewsjamnaagrjamnaagrpolice
Advertisement
Next Article
Advertisement