For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી સબ જેલમાં પેરોલ જંપ કરી ફરાર આરોપી 14 માસ બાદ ઝડપાયો

01:38 PM Nov 28, 2025 IST | Bhumika
મોરબી સબ જેલમાં પેરોલ જંપ કરી ફરાર આરોપી 14 માસ બાદ ઝડપાયો

હળવદ પોલીસે આરોપીને મોરબી સબ જેલ હલાવે કર્યો

Advertisement

મોરબીની સબ જેલમાં ત્રણ દિવસના વચગાળાના જામીન પર મુક્ત થયેલ આરોપી પેરોલ જંપ કરી નાસી ગયો હતો અને 14 માસથી ફરાર આરોપીને હળવદ ખાતેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

તા. 26-11 થી 12-12 સુધી પેરોલ ફર્લો જંપ આરોપીને ઝડપી લેવા ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથક અને સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં બે ગુનામાં મોરબી સબ જેલમાં કાચા કામના કેદી નંબર 917/2024 દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ તા. 28-08-2024 ના રોજ ત્રણ દિવસના વચગાળાના જામીન પર રજા પર જેલમુક્ત થયો હતો જેને તા. 01-09-24ના રોજ હાજર થવાનું હતું પરંતુ વચગાળાના જામીન પરથી ફરાર થયો હતો જે કેદીને બાતમીને આધારે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી લઈને મોરબી સબ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement