For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુનિવર્સિટીમાં 10થી 12 ડિસેમ્બરે યોજાશે 54મો ખેલકૂદ મહોત્સવ

03:46 PM Dec 06, 2025 IST | Bhumika
યુનિવર્સિટીમાં 10થી 12 ડિસેમ્બરે યોજાશે 54મો ખેલકૂદ મહોત્સવ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 10 થી 12 ડિસેમ્બર દરમિયાન 54મા વાર્ષિક ખેલકૂદ મહોત્સવ વર્ષ 2025 - 2026નું આયોજન કરવામાં આવ્યું છે. કુલપતિના હસ્તે તેનો પ્રારંભ કરવામાં આવશે અને ત્રણ દિવસ દરમિયાન યોજાનારી આ એથ્લેટિક્સ ગેમમાં 26 ઇવેન્ટમાં રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાના 400થી વધુ ખેલાડીઓ પોતાનું કૌવત બતાવશે.

Advertisement

યુનિવર્સિટી કક્ષાની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર ખેલાડીને અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સ્પર્ધા સ્થળ પર જ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે. જ્યારે આ વિજેતા ખેલાડીઓમાંથી ક્વોલીફાય થનારા ખેલાડીઓ મેંગ્લોરમાં યોજાનારી ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે જશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement