ગોંડલના અક્ષર મંદિરે ધામધૂમપૂર્વક ઉજવાયો શ્રી અક્ષર દેરીનો 156મો પાટોત્સવ
06:15 PM Feb 14, 2024 IST | Bhumika
વસંત પંચમીના પરમ પવિત્ર દિવસે ગોંડલ સ્થિત શ્રી અક્ષર મંદિર ખાતે શ્રી અક્ષરદેરી નો 156 મો પાટોત્સવ અતિ ભવ્યતા પૂર્વક અને ધામધૂમથી ઉજવાયો . પ્રાત:કાળથી શ્રી અક્ષરદેરી સમક્ષ ભવ્ય વૈદિક મહાપૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોંડલ તેમજ બહારગામના હરિભક્તોએ ખૂબ બહોળી સંખ્યામાં લાભ પ્રાપ્ત કર્યો હતો . અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષર મંદિરના પરિસરમાં પણ મોટી સંખ્યામાં હરિભક્તોએ મહાપૂજાવિધિ નો પ્રાપ્ત કર્યો હતો . આજના આ પાવન અવસરે શ્રી અક્ષરદેરી સમક્ષ તથા મંદિર ઉપર ઠાકોરજી સમક્ષ ત્રણેય ખંડમાં તેમજ યોગ્ય સ્મૃતિ મંદિરમાં 500 કરતા વધુ થાળ દ્વારા વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement