ટેટ પરીક્ષાનો નિયમ 2010 પહેલા નિયુકત થયેલ શિક્ષકોને લાગુ ન કરો
સમગ્ર ભારતના દરેક જિલ્લાઓમાં વર્તમાન સમયમાં ટેટ પરીક્ષાને લઈને ઉભી થયેલ સમસ્યા અંગે આવેદનપત્ર આપવાના કાર્યક્રમના ભાગ સ્વરૂૂપે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા લાખો શિક્ષકોનો અવાજ પ્રધાનમંત્રી સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
તમામ જિલ્લાઓ તથા મહાનગર એકમ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કરાયું હતું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના તમામ જિલ્લા તથા મહાનગર એકમો દ્વારા એકસાથે જિલ્લા કલેકટરને આવેદનપત્રો આપી, ગુજરાતભરના લાખો શિક્ષકોની લાગણીઓ અને માંગણીઓને વડા પ્રધાનને પહોંચાડવામાં આવી છે.
આવેદનપત્રમાં શિક્ષકોની સેવા સુરક્ષા, ટીઇટી સંબંધિત મુદ્દાઓ અને શિક્ષણ વ્યવસ્થાની ગુણવત્તા વધારવા માટે જરૂૂરી પગલાં વિશે સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ન્યાયાલયનો આ નિર્ણય 2010 પહેલા નિયુક્ત શિક્ષકો પર લાગુ ન કરવામાં આવે. માન્ય નિયમો અનુસાર અસર પામતા તમામ શિક્ષકોની નોકરી તથા ગરિમા સુરક્ષિત કરવામાં આવે. આ સમસ્યા ને અનુરૂૂપ યોગ્ય નીતિગત નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
રાજ્યના દરેક જિલ્લામાં એક જ દિવસ, એક જ સમયે થયેલા આ અભિયાન દ્વારા શિક્ષકોની એકતા અને સંકલ્પનો અનોખો સંદેશ સમગ્ર દેશમાં પ્રસર્યો છે. એબી આરએસએમનો સ્પષ્ટ મત છે કે જેમ શિક્ષણમાં ગુણવત્તા બનાવી રાખવી જરૂૂરી છે, તેમ જેઓએ પોતાનું સંપૂર્ણ જીવન પવિત્ર શિક્ષણ માટે સમર્પિત કર્યું છે તેવા શિક્ષકોના અધિકાર તથા સન્માનને પણ બનાવી રાખવું જરૂૂરી છે. દેવભૂમિ દ્વારકા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ટીમ દ્વારા સામૂહિક અવાજને માન આપીને આવેદન આપવામાં આવ્યુ હતુ. વર્તમાન સમયમાં ઉભી થયેલ આ સમસ્યા અંગે આગામી દિવસોમાં અખિલ ભારતીય કક્ષાએથી આપવામાં આવનાર સૂચના અનુસાર સંગઠન આગામી કાર્યક્રમને અમલમાં લાવશે. કેન્દ્રીય નેતૃત્વ દ્વારા આગામી સમયમાં કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે.