For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

TET-1 અને 2ની 12 ઓક્ટોબરે પરીક્ષા, ચાર શહેરોમાં આયોજન

03:43 PM Sep 16, 2025 IST | Bhumika
tet 1 અને 2ની 12 ઓક્ટોબરે પરીક્ષા  ચાર શહેરોમાં આયોજન

Advertisement

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સ્પેશિયલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ 1 અને TET 2ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા આગામી 12 ઓક્ટોબર, 2025ના રોજ યોજાશે.

આ જાહેરાત મુજબ, સ્પેશિયલ TET 1ની પરીક્ષા સવારે 11થી 1 વાગ્યા સુધી યોજાશે, જ્યારે સ્પેશિયલ TET 2ની પરીક્ષા બપોરે 3થી 5 વાગ્યા દરમિયાન લેવાશે. આ પરીક્ષાઓ માટેના કેન્દ્રો મુખ્યત્વે ચાર મોટા શહેરોમાં રાખવામાં આવ્યા છે: અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતનો સમાવેશ થાય છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે આ પરીક્ષાની તારીખ જાહેર થતાં ઉમેદવારોમાં તૈયારીઓનો ધમધમાટ શરૂૂ થઈ ગયો છે. પરીક્ષા સંબંધિત વધુ માહિતી અને પ્રવેશપત્ર (hall ticket))ં ટૂંક સમયમાં બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. તમામ ઉમેદવારોને વેબસાઇટ પર નિયમિત રીતે અપડેટ્સ તપાસતા રહેવા વિનંતી કરવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement