ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નિરંજન શાહ સ્ટેડિયમમાં ટેસ્ટ મેચમાં જામ્યો વન-ડે જેવો માહોલ

04:23 PM Feb 19, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટમેચમાં ગઇકાલે રવિવારે ચોથા દિવસે જ ભારતે ઇંગ્લેન્ડની ટીમને ધુળચાટતી કરી સૌથી મોટો વિજય મેળવ્યો હતો. ગઇકાલે રવિવાર હોવાથી સ્ટેડીયમ ખીચોખીચ ભરાઇ ગયુ હતું અને સ્ટેડિયમમાં વન-ડે જેવો માહોલ જોવા મળી રહ્યો હતો. પ્રથમ ત્રણ દિવસ ખાલી રહેલુ સ્ટેડિયમ ગઇકાલે રવિવારની રજાના કારણે ચિક્કાર ભરાઇ ગયુ હતું. ક્રિકેટ રસિયાઓએ સવારથી જ ટેસ્ટ મેચની ટિકિટો લેવા પડાપડી કરી હતી. ભારતીય બેટસમેન યશસ્વી જયસ્વાલની ફટકાબાજી સાથે બેવડી સદી અને ઉભરતા બેટસમેન સરફરાજખાનની બેટીંગ નિહાળી પ્રેક્ષકો મોજમાં આવી ગયા હતા અને ત્યારબાદ માત્ર 122 રનમાં ઇંગ્લિશ ટીમનો ઢાળીયો થઇ જતા પ્રેક્ષકોના પૈસા વસુલ થઇ ગયા હતા. એકંદરે ક્રિકેટ રસિયાઓનો રવિવાર સુધરી ગયો હતો.

Advertisement

Tags :
gujaratgujarat newsNiranjan Shah Stadiumrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement