For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમનાથમાં શ્ર્વાનોનો આતંક, સ્થાનિકો અને ભાવિકો પર સતત જળંબતું જોખમ

11:57 AM Sep 10, 2025 IST | Bhumika
સોમનાથમાં શ્ર્વાનોનો આતંક  સ્થાનિકો અને ભાવિકો પર સતત જળંબતું જોખમ

સોમનાથ પ્રભાસ પાટણ અને આજુબાજુ ના વિસ્તારમાં રખડતા કૂતરાઓ રાહદારીઓ પાછળ દોડતા અને કરડતા કુતરાઓનો ત્રાસ અને આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે પ્રભાસ પાટણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાઘીયા શ્વાનો ના કરડવાના મહિનાના સરેરાશ 225 જેટલા કેસ સારવાર માટે આવતા રહેલા છે જેમાં મુખ્યત્વે પ્રભાસ પાટણ અને આજુબાજુ ના વિસ્તારના હોય છે આજે પણ કુતરા કરડવાના બનાવો બનેલ છે જેમાં માંડ માંડ બચી ગયેલ ભૂદેવ ચેતન દવે પાછળ પણ કૂતરાઓ દોડેલ હતા નગરપાલિકાની પ્રાથમિક અને આવશ્યક ફરજ છે લોકોને કુતરા ન કરડે તે માટે પગલાં લેવા જોઈએ જેમાં ઉદાસીનતા અને બેદરકારી દાખવે છે શાન પકડવાની ગાડી પણ નગરપાલિકા ધરાવે છે જે માત્ર ખાલી આંટાફેરા મારી વારો વદાડે છે અને કુતરા પકડતી નથી

Advertisement

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement