અમરેલીમાં માનવભક્ષી દીપડાનો આતંક...ખેતરમાંથી 7 વર્ષના બાળકને ઉઠાવી ફાડી ખાધો, પરિવારમાં શોકનો માહોલ
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દીપડાનો આતંક વધી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના તરકતળાવ ગામમાં આદમખોર દીપડાએ 7 વર્ષના માસુમ બાળકને ફાડી ખાધો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. હાલ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે અલગ અલગ જગ્યા પર પાંજરા મુકવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર અમરેલી તાલુકાના તરકતળાવ ગામ નજીક આવેલા રમણીકભાઈ દેવાણીના ખેતરમાં અચાનક દીપડો આવ્યો અને ખેત મજૂર પરિવારના 7 વર્ષના બાળક અમિતને દબોચી લીધો હતો. ત્યારબાદ દીપડો બાળકને લઈને ભાગ્યો હતો. દીપડાએ બાળક પર હુમલો કરતા પરિવારજનો દોડી આવ્યા અને બૂમાબૂમ કરી હતી. પરંતુ ત્યાં સુધી દીપડો બાળકને લોહિયાળ હાલતમાં જ મુકીને ભાગી ગયો હતો. આ ગહ્તાનાની જન થતાં જ આજુબાજુના ખેતરમાંથી ખેડૂતો દોડી આવ્યા હતા પણ દોડી આવ્યા હતાં. ત્યારબાદ બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકનું પરિવારજનોની નજર સામે જ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક પરિવારના નિવેદનો લીધા ત્યારબાદ અલગ અલગ જગ્યામાં પાંજરાઓ ગોઠવી દેવામાં આવ્યા.
અમરેલી એસીએફ મુનાફ શેખે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશથી ખેતીનુ કામ કરતા પરિવારના અહી આવ્યો હતો. દીપડો બાળકને પકડીને લઇ જતા તેના માતા પિતા તેની પાછળ દોડ્યા હતા. દીપડાએ 50 મીટર સુધી બાળકને ઢસડ્યો હતો. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો.