For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

DEO કચેરીમાં ભૂતિયા અરજીખોરીનો આતંક

05:31 PM Aug 13, 2025 IST | Bhumika
deo કચેરીમાં ભૂતિયા અરજીખોરીનો આતંક

Advertisement

ગ્રાન્ટેડ સ્કૂલ ટીચર્સ એસો.ના બોગસ નામે કરાતી અરજીઓથી સ્ટાફ ત્રાહિમામ

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સ્ટાફ દ્વારા અરજદાર શિક્ષકો સાથે ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે અને રજુઆતોનો યોગ્ય નિકાલ નહી થતો હોવાની અરજીઓ થઇ હતી જે અરજી બોગસ હોવાનું અને સ્ટાફને બદનામ કરવાનું કાવતરૂ હોવાનું કચેરીના સુત્રોએ જણાવ્યું છે.

Advertisement

તાજેતરમાં જ ગ્રાન્ટેડ સ્કુલ ટીચર્સ એસોસીએશનના બોગસ નામે મહીલા અરજદાર દ્વારા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સ્ટાફ વિશે મુખ્યમંત્રી સુધી ફરીયાદ કરવામાં આવી હોવાની અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં મુખ્યમંત્રીને એવી ફરીયાદ કરવામાં આવી હતી કે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સ્ટાફ દ્વારા શિક્ષકોના પ્રશ્નો, પેન્શન, ઇજાફા સહીતના પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય જવાબ આપતા નથી અને અરજદાર શિક્ષકોને હડધુત કરી હેરાન કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.

આ અરજી અંગે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સુત્રોએ જણાવ્યું હતું કે કચેરીના સ્ટાફ વિરૂધ્ધ આવી ભૂતીયા અરજીઓ વધી ગઇ છે. કોઇને કોઇ સંગઠન અને એસોસીએશનના નામે અરજીઓનો આંતક વધી ગયો છે. જેના કારણે કચેરીનો સ્ટાફ ત્રાહીમામ પોકારી ઉઠયો છે. સમયાંતરે થતી આવી અરજીઓમાં માત્ર નામ હોય છે. ફોન નંબર કે એડ્રેસ હોતા નથી અને આવી અરજીઓ કરી કચેરીના સમયની બરબાદી કરવામાં આવે છે અને સ્ટાફને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.

વર્તમાનમાં કચેરીનો વહીવટી ઇન્ચાર્જ ડીઇઓથી ચલાવવામાં આવી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી કાયમી અધિકારી નહીં હોવાથી કામગીરી નહીં થતી હોવાનો ઉલ્લેખ પણ અરજીમાં કરાયો છે. આવી અરજીઓથી ગાંધીનગરથી પણ ઘણીવાર તપાસની સુચના આવતી હોય છે. કાયમી અધિકારી નહીં હોવાથી અન્ય કામગીરી પણ વિલંબમાં પડી હોય ત્યારે આવી અરજીઓના કારણે ઇન્ચાર્જ અધિકારી પોતાના અધિકારક્ષેત્રમાં આવતી કામગીરી પણ કરી શકતા નથી. તેવી ચર્ચા પણ સ્ટાફમાં થઇ રહી છે.

આ અંગે સ્ટાફમાં એવી પણ ચર્ચા થઇ રહી છે કે આવી ભૂતીયા અરજીઓનો મારો વધી ગયો છે અને આના કારણે સ્ટાફ પણ મુશ્કેલીમાં મુકાય છે. જેથી વહેલી તકે આવી અરજી કરનારાઓ પર શિક્ષણ વિભાગ દ્વારા પગલા લેવામાં આવે અને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સ્ટાફને માનસિક યાતનામાંથી મુક્ત કરવામાં આવે જેથી અન્ય કામગીરી ઝડપથી થઇ શકે.

Advertisement
Tags :
Advertisement
Advertisement