રણોલ ગામે મકાનમાં આગ ભભૂકતા ત્રણનાં મોત
લીંબડી તાલુકાના રણોલ ગામે મસ્જિદ પાસે રહેણાંક વિસ્તારમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ચપેટમાં બેથી ત્રણ મકાનો આવી ગયા હતા. તેમજ એક વાહનમાં પણ આગ લાગતા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા જયારે એક વ્યક્તિ બંને પગે દાઝી જતા હોસ્પિટલમાં ખસેડાયો નાયબ કલેકટર આ અંગે લીંબડી નાયબ કલેકટર કુલદીપ દેસાઈએ જણાવ્યું કે, લીંબડી તાલુકાના રણોલ ગામની લીંબડી તાલુકાના રણોલ ગામની આ ઘટનામાં મકાન અને એક વાહનમાં આગ લાગતા આ ઘટનામાં ફાતુબેન હસનભાઇ ટીબલીયા, રમજાન સાદીકભાઇ ટીબલીયા અને મોહન હનીફ ઢોળીતરના મોત નીપજ્યા છે.
DYSP આ અંગે લીંબડી DYSP વિશાલ રબારીએ જણાવ્યું કે, આજ રોજ લીંબડીના પાણશિણા પોલીસ સ્ટેશન વિસ્તારના રણોલ ગામે એક ઘરની અંદર કોઈપણ કારણોસર આગ લાગી હતી. જેમાં થોડી માત્રામાં ડીઝલ લાવવામાં આવ્યું હતું, જેના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આજુબાજુના લોકોના કહેવા મુજબ નાનો મોટો બ્લાસ્ટ પણ થયો હતો. આ જ્વનશીલ પદાર્થના કારણે આગ લાગવાથી કુલ ત્રણ લોકોના દાઝી જવાથી મોત નીપજ્યા છે, જેમાં ફાતિમાબેન, રમઝાનભાઈ અને મોઈનભાઈના મોત નીપજ્યા છે, જયારે બાજુમાં ગાડી લઈને આવેલા અજહરભાઈ પણ દાઝી જવાથી એમને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જયારે આગ લાગવાનું કારણ હજી વેરીફાઈ થયું નથી. પણ એ માટે FSLની મદદ લઇ સેમ્પલ લઇ આગ લાગવાનું સાચું કારણ વેરીફાઈ કરવામાં આવશે.ફાયર ફાઇટર્સ અને પોલીસની તાત્કાલિક કાર્યવાહી આગની જાણ થતાં જ લીંબડી, વઢવાણ અને સુરેન્દ્રનગરના ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે દોડી ગયા હતા. સાથે જ લીંબડી પોલીસ અને પાણશીણા પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ફાયર ફાઇટર્સ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી છે. પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવ કામગીરી માટે તમામ જરૂૂરી પગલાં લેવામાં આવ્યાં હતા.
ગામમાં ભયનો માહોલ આ ભયાનક આગની ઘટનાએ રણોલ ગામમાં ભયનો માહોલ સર્જી દીધો હતો. આગના કારણો અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી અને તપાસ ચાલુ છે. મકાનમાં શોધખોળ કરતાં 3 લાશ મળી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી રહેણાંક મકાનમાં શોધખોળ હાથ ધરતાં ત્રણના મૃતદેહો મળી આવ્યા હતા. લાશને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવી છે, આગના બનાવમાં એક વ્યક્તિ દાઝી ગયો હતો. એક સાથે 3 વ્યક્તિઓના મોત થતાં રણોલ ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી છે.