તેરા તુજકો અર્પણ, સાવરકુંડલાના પટેલ વૃધ્ધે તમામ મિલકતનું સમાજને દાન કર્યુ
તેમની ઇચ્છા અનુસાર અંતિમયાત્રા વાજતે-ગાજતે કાઢવામાં આવી
સાવરકુંડલાના રામજી મંદિર પાસે પાણીના ટાંકા નજીક રહેતા વિઠ્ઠલભાઈ રામજીભાઈ કથીરિયા (ઉં. વ. 95 ) કે જેમને સંતાન ન હતું તેમની પાસે જમીન મિલકત જે કાંઈ હતું તે ધાર્મિક સંસ્થાઓ અને સમાજને અર્પણ કર્યું મૃત્યુ પહેલા લાખો રૂૂપિયાનું દાન કરી જીવન જીવી ગયા જેની આજે વાજતે ગાજતે સ્મશાન યાત્રા કાઢવામાં આવી આ યાત્રામાં નગરજનો ઉપસ્થિત રહ્યા.
પોતાની મરણમ મૂડીમાંથી અને તેમની જે કાંઈ મિલકત છે તે તમામ આ પ્રમાણે લોક ઉપયોગી માટે દાન કરી ટીંબી હોસ્પિટલમાં 51 લાખ , લલ્લુબાપા આરોગ્ય મંદિર હોસ્પિટલ મા 11 લાખ, રામજી મંદિર ના જીર્ણોદ્ધારમાં 21 લાખ રૂૂપિયા , શિવાલય મંદિરના જિલ્લાના 5 લાખ, પટેલ જ્ઞાતિ વાળી માં 11લાખ, લીખાળા માતાજીના મંદિરે 5 લાખ તથા સ્વામિનારાયણ મંદિર પુરુષ અને સ્વામિનારાયણ મંદિર મહિલામાં લાખ લાખ રૂૂપિયા આપ્યા હતા.
વિઠ્ઠલબાપા પોતાના ભાણેજ સાથે રહેતા હતા અને જીવનની તમામ મૂડી લોક સેવામાં ખર્ચી નાખી તેમની અંતિમ ઈચ્છા એવી હતી કે મૃત્યુ બાદ કોઈ શોખ ન કરવો અને વાજતે ગાજતે મારી સ્મશાન યાત્રા કાઢવી. આમ સમગ્ર સમાજને એક અલગ જ સંદેશ અને પ્રેરણા આપી જનાર વિઠ્ઠલબાપા કથીરિયા ને સાવરકુંડલા અને સમગ્ર શહેર હંમેશા યાદ રાખશે.
વિઠ્ઠલબાપા કથીરિયા ના વિચારો અને જીવન સંદેશ જોઈએ તો તેરા તુજકો અર્પણ એવો એક વિશિષ્ટ માનવી સંપૂર્ણ સમર્પણ કરી ગયો એ સમગ્ર કથીરિયા પરિવાર અને સાવરકુંડલા નું ગૌરવ બની રહેશે.