‘તેરા તુજ કો અર્પણ’ : સાયબર ફ્રોડનો ભોગ બનનાર અરજદારને 5.82 લાખ પરત અપાવ્યા
ગુમ થયેલા 15 મોબાઇલ પણ મુળ માલીકને પરત અપાવતી ગાંધીગ્રામ પોલીસ
રાજયભરમા અરજદારોને પોલીસ સ્ટેશન સુધી ધકકા ખાવા ન પડે અને મુદામાલ પરત મેળવવાની કાર્યવાહી શરળ બને માટે સરકાર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામા આવે છે. આ અંતર્ગત રાજકોટ શહેરનાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમા સાયબર ફ્રોડનો ભોગ બનેલા અરજદારોને પ.8ર લાખ પોલીસની ટીમે પરત અપાવ્યા હતા . તેમજ ગુમ થયેલા કે ખોવાયેલા 1પ જેટલા મોબાઇલ મુળ માલીકને પરત અપાવ્યા હતા.
આ સાયબર ફ્રોડમા મોટા ભાગે ટેલીગ્રામમા ટાસ્ક પુરા કરવા મામલે ગુગલ સર્ચ એન્જીન પર નંબર સર્ચ કરી ગઠીયાઓનાં કહયા પ્રમાણે થયેલુ ફ્રોડ તેમજ ફેસબુક પર લોન કરાવી આપવાની જાહેરાત જોઇ નંબર પર સંપર્ક કર્યા બાદ ફ્રોડ થયા હતા . આ મામલે પોલીસ ઇન્સપેકટર એસ આર મેઘાણીનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. વી. જાડેજા, હરેશભાઇ ગોહીલ, ધર્મીષ્ઠાબા ઝાલા, રાવતભાઇ મકવાણા, શૈલેષભાઇ ડાભી અને પુષ્પાબેન ગોહીલે કામગીરી કરી હતી . તેમજ સાયબર સ્કવોડની ટીમે અપીલ કરી હતી કે સાયબર ફ્રોડનો ભોગ બનો ત્યારે તેનાં હેલ્પલાઇન નં 1930 પર તુરંત કોલ કરવો જોઇએ.