‘તેરા તુઝ કો અર્પણ’ : ફ્રોડમાં ગયેલ 43 લાખની રોકડ અરજદારોને પરત અપાવતી પોલીસ
એ ડિવિઝને દાગીના અને અન્ય વસ્તુઓ મળી કુલ 99.30 લાખનો મુદ્દામાલ પરત અપાવ્યો
સાયબર ક્રાઇમ પોલીસ, એ ડિવિઝન અને માલવિયા નગર પોલીસની કામગીરી
રાજય સરકાર દ્વારા તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોને તેમનો મુદામાલ સમયસર પરત મળી રહે તે માટે કાર્યવાહી કરવા અભ્યાન ચલાવવામા આવે છે . જેનાં ભાગરુપે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા તેમજ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી સી. એમ. પટેલ દ્વારા અરજદારોને સાયબર ફ્રોડમા ગયેલા નાણા પરત આપવા સુચના અને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ .
જે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનાં પીઆઇ જે. એમ. કૈલા, એમ. એ. ઝણકાટ, બી. બી. જાડેજા, એસ ડી ગીલવા, પી. આર ડોબરીયા અને સી. વાય. મહાલેનાં માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર થયેલા ગુનાઓનાં કામે સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોનાં નાણા કોર્ટ કાર્યવાહી દ્વારા પરત આપવાની કામગીરી કરવામા આવી હતી જેે અંતર્ગત ઓકટોબર મહીનામા સાયબર ફ્રોડનો ભોગ બનનાર અરજદારોને તેમની કુલ રકમ 37.71 લાખ પરત આપવામા આવી હતી. તેમજ પીઆઇ કૈલાએ જણાવ્યુ હતુ કે ઓનલાઇન ફ્રોડનો ભોગ બનો ત્યારે સાયબર હેલ્પ લાઇન નંબર 1930 નો તુરંત સંપર્ક કરવો.
ત્યારબાદ માલવીયા પોલીસ મથકનાં પીઆઇ જે. આર દેસાઇનાં માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સ્કવોડનાં પીએસઆઇ પી. વી. ડોડીયા, કીશોરસિંહ ઝાલા, જયભાઇ, રણજીતસિંહ અને દિવ્યાબેન સહીતનાં સ્ટાફે અરજદારોનાં ઓનલાઇન ફ્રોડમા ગયેલા રૂ. 4.52 લાખ અને 27 જેટલા મોબાઇલ રૂ. 4.9 લાખ અને ચોરીથી ગયેલા 3 વાહનો રૂ. 1.95 લાખ જે કોર્ટ હુકમથી માલવીયા નગર પોલીસે અરજદારોને પરત અપાવ્યા હતા . તેમજ એ ડીવીઝન પોલીસ મથકનાં પીઆઇ બી. વી. બોરીસાગરનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ. એમ. ઝાલા, જયેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ ઝાલા, સતીષભાઇ બારડ , ઋતિકાબેન રુડાણી, અને આઇટી એકસપર્ટ ઇરફાનભાઇ અંસારીએ અરજદારનાં સાયબર ફ્રોડમા ગયેલા નાણા, મુદામાલ, સામાન અને 25 મોબાઇલ ફોન સહીત 99.30 લાખનો મુદામાલ અરજદારોને પરત અપાવ્યો હતો.