રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

6 શહેરોનું તાપમાન સામાન્ય કરતાં 8 ડિગ્રી ઉંચકાયું

01:44 PM Mar 12, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

આજે પણ 9 જિલ્લામાં લૂનું રેડ એલર્ટ, 14 સ્થળે પારો 40 ડિગ્રીને પાર, સરકારે જાહેર કરી એડવાઈઝરી

Advertisement

ગુજરાતમાં ગઈકાલથી ગરમીે તેનો આકરો મીજાજ બતાવ્યો છે. ગઈકાલે રાજ્યના 13 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ અપાયું હતું. તેમાં 13 જિલ્લા અને કેશોદ તાલુકામાં તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર પહોંચ્યો હતો હવે આજે રાજ્યના વધુ 9 જિલ્લામાં લુનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથો સાથ સરકાર દ્વારાલોકોને ગરમીથી બચવા એડવાઈઝરી પણ બહાર પાડી છે. અને બપોરે 1થી 4 દરમિયાન કામવગર બહાર ન નિકળવા અપીલ કરી છે.
બીજી તરફ વાતાવરણમાં અસાધારણ ફેરફારો નોંધાયા હોય તેમ રાજ્યના છ શહેરોનું તાપમાન સામાન્ય કરતા 8 ડિગ્રી વધી ગયું છે.

ગઈકાલે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે તો સુરત જેવા દરિયાકાંઠો ધરાવતા શહેરમાં પણ અસહ્ય ગરમી અનુભવાઈ રહી છે. બીજી તરફ ગુજરાતના છ શહેરમાં ગરમીનો પારો જેટલી ડિગ્રીએ રહેવો જોઈએ એના કરતા 8 ડિગ્રી વઘુ રહ્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો આ છ શહેરના સામાન્ય તાપમાન કરતા આજે 8 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ રાજસ્થાન અને ગુજરાતમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. રાજસ્થાનની દક્ષિણ પશ્ચિમે સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનની સાથેસાથે સમુદ્રની સપાટીથી પાંચ કિલોમીટરની ઉંચાઈએ સર્જાયેલ ટ્રર્ફને કારણે પણ ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે.

સૌથી વઘુ તાપમાન સુરેન્દ્રનગરમાં નોધાયું હતું. સુરેન્દ્રનગરમાં સામાન્ય હોવુ જોઈએ એના કરતા પણ 8.4 ડિગ્રી વધુ એટલે કે, 42.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે. તો બીજી બાજુ કચ્છના ભૂજમાં પણ સુરેન્દ્રનગર જેટલી જ તીવ્ર ગગરમી નોંધાઈ છે. ભૂજમાં સામાન્ય કરતા 8 ડિગ્રી વધુ એટલે કે, 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુરતમાં આજે ગઈકાલ સોમવારની સરખામણીએ ગરમીનો પારો આંશિક ગગડ્યો હતો, આમ છતા સુરતવાસીઓ માટે આજે નોંધાયેલ 40 ડિગ્રી ગરમી અસહ્ય કહી શકાય. સુરતમાં આજે સામાન્ય તાપમાન કરતા 5.5 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું.
રાજકોટમાં સામાન્ય કરતા 8 ડિગ્રી વધુ એટલે કે, 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આણંદના વલ્લભવિદ્યાનગરમાં પણ સામાન્ય કરતા ગરમીનો પારો 8.3 ડિગ્રી વધુ રહ્યો હતો. વલ્લભવિદ્યાનગરમાં ગરમીનું પ્રમાણ 41.9 ડિગ્રી નોંધાયું છે.

અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં પણ ગરમીનો પારો સામાન્ય કરતા 7 ડિગ્રી વધુ રહ્યો હતો. અમદાવાદમાં 41.2 ડિગ્રી તો ગાંધીનગરમાં પણ 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં પણ આજે 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જો કે વડોદરામાં નોંધાયેલ તાપમાન સામાન્ય કરતા6 ડિગ્રી વધુ રહેવા પામ્યું છે. અમરેલીમાં સામાન્ય કરતા 6.6 ડિગ્રી વધુ તાપમાન રહેવા પામ્યું છે. અમરેલીમાં ગરમીનો પારો 41.6 ડિગ્રીએ અટક્યો હતો. ડિસામાં 41.6 ડિગ્રી અને નલિયામાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

શાળાઓમાં દર કલાકે વોટરબેલ, બસ સ્ટોપ ઉપર ORSના પેકેટ
આ વર્ષે ઉનાળો આકરો બનવાની આગાહી વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશને હીટ એકશન પ્લાન તૈયાર કર્યો છે. વિવિધ વોર્ડના રસ્તા ઉપરના ટ્રાફિક જંકશન ઉપર ગ્રીન નેટ લગાવાશે. બપોરે 12થી 4 કલાક દરમિયાન કામ સિવાય બહાર ન નીકળવા લોકોને અપીલ કરાઈ છે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હસ્તકની શાળાઓમાં 1.50 લાખથી વધુ તથા શહેરની ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે દર કલાકે વોટરબેલ વગાડાશે. અતિશય ગરમીના વોર્નિંગ સમયે શાળાઓની પાળીમાં ફેરફાર કરાશે. શહેરના વિવિધ રસ્તા ઉપરાંત એ.એમ.ટી.એસ.તથા બીઆર ટીએસ બસ સ્ટોપ ઉપર ગ્રીન નેટ લગાવવા ઉપરાંત પાણીની પરબ શરૃ કરવામાં આવશે. તમામ બસસ્ટોપ તથા શહેરમાં આવેલા અર્બન તથા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ઓ.આર.એસ.ના પેકેટ આપવામાં આવશે.

Tags :
gujaratgujarat newsHeat waveheat wave alertSummertemperatures
Advertisement
Advertisement