ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગુજરાતમાં ફરી તાપમાન ગગડયું, તા.7મી સુધી ગરમીમાં મળશે રાહત

03:45 PM Mar 04, 2025 IST | Bhumika
Advertisement

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની દિશા બદલતા હજુ તાપમાન ઘટશે

Advertisement

રાજ્યભરમાં હાલ ઠંડી અને ગરમીની ઋતુ ચાલી રહી છે ઠંડીએ વિદાય લીધી છે અને ગરમીનું આગમન થયું છે તેની વચ્ચે હવામન વિભાગ તરફથી એક રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો એ. કે. દાસના જણાવ્યા મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીથી રાહત મળી શકે છે રાજ્યનું તાપમાન આગામી સપ્તાહમાં 2-3 ડિગ્રી નીચું જશે તેવી શક્યતા સેવાઇ રહી છે.

ડો. દાસના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષાને પગલે રાજ્યમાં ઠંડક થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની દિશા બદલાશે અને જેના લીધે શહેરીજનોને વાતાવરણમાં ઠંડક વર્તાશે. તેમણે જણાવ્યું હતું કે આવનારા 7 દિવસ રાજ્યનું તાપમાન સૂકું રહેવા પામશે. અને રાજ્યમાં ન્યૂનતમ અને ઉચ્ચતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાન નીચું જશે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા કરશે. તેના કારણે વાતાવરણમાં પલટો પણ જોવા મળશે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

7 માર્ચ પહેલાં ઉત્તર ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન કંઈક અંશે ઘટેલું રહેશે. 7 માર્ચ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ રહેશે. ઉત્તર પૂર્વ ગુજરાતમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેશે. તેઓના જણાવ્યા મુજબ ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી અથવા આસપાસ રહેવાની શક્યતાઓ રહેશે. એપ્રિલ મહિનામાં પણ વંટોળ અને લૂની શક્યતાઓ રહેશે.

Tags :
gujaratgujarat newsheattemperatures
Advertisement
Next Article
Advertisement