ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

એરપોર્ટ ઉપર ટેક્નિકલ ક્ષતિથી અફરાતફરી, ફલાઇટ ડાયવર્ટ

05:35 PM May 28, 2025 IST | Bhumika
Advertisement

ઇન્ડિગોની ફલાઇટને લેન્ડિંગની મંજૂરી નહીં મળતા વડોદરા ડાયવર્ટ કરાઇ, કારણ અંગે અલગ અલગ કથન

Advertisement

એરપોર્ટના અધિકારીઓએ મોઢા સિવી લીધા, મુસાફરો હેરાન પરેશાન

 

રાજકોટ એરપોર્ટ ઉપર આજે સવારથી ઇલેકટ્રોનીક ચેકઇન સિસ્ટમ ઠપ્પ થઇ જતા એરપોર્ટ ઉપર અફરાતરફી મચી જવા પામી હતી અને અનેક મુસાફરો એરપોર્ટમાં ફસાઇ જતા ભારે હોબાળો મચી ગયો હતો. એરપોર્ટ ઉપર સર્જાયેલી ટેકનીકલ ક્ષતીનાં કારણે મુંબઇથી રાજકોટ આવતી ઇન્ડીગોની ફલાઇટ નં.6ઇ 5321 પણ વડોદરા હાયવટર્ર્ કરવામાં આવી હતી. આ ફલાઇટ રનવે ઉપર ઉતરતા જ લેન્ડીંગની મંજુરી નહીં મળતા વડોદરા ડાયવર્ટ કરાઇ હતી.

બીજી તરફ એરપોર્ટ ઉપર આટલી મોટી સમસ્યા સર્જાઇ હોવા છતાં એરપોર્ટ ડાયરેકટર બોહરા સહીતના અધિકારીઓએ મોબાઇલ બંધ કરી દીધા હતા અને મુસાફરોને પણ કોઇ માહિતી નહીં આપતા મુસાફરો ભારે હેરાન થયા હતા.

ઇન્ડીગો એરલાઇન્સના સતાવાર સુત્રોએ એરપોર્ટ ઉપર ઓપરેશનના ઇસ્યુના કારણે મુંબઇથી વડોદરા આવતી ફલાઇટ બરોડા ડાયવર્ટ કરાઇ હોવાનું જણાવ્યું હતું જયારે અમુક સુત્રોએ ફયુઅલનો ઇસ્યુ હોવાનું જણાવ્યું હતું. ઇન્ડીગોના જવાબદાર અધિકારીઓ પણ અલગ અલગ કારણો જણાવતા હતા. જો કે દોઢેક કલાક બાદ વડોદરા ડાયવર્ટ કરવામાં આવેલી ફલાઇટ ફરી રાજકોટ લાવવામાં આવી હતી.

આ સમસ્યા અંગે એરપોર્ટ ડાયરેકટર દિગંત બહોરાનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા તેનો ફોન સતત નો રિપ્લાય થયો હતો અને તેમણે માત્ર એટલો મેસેજ મોકલ્યો હતો કે અમારી કોઇ સમસ્યા નથી. એરલાઇન્સ કંપનીનો ઇસ્યુ છે, તેનો સંપર્ક કરો.

આ પૂર્વે આજે સવારે પણ એર ઇન્ડીયાની ચેકઇન સિસ્ટમ ઠપ્પ થઇ ગઇ હતી.પરિણામે ચેકઇનની પ્રોસેસ મેન્યુઅલ કરવામાં આવતા મુસાફરો પરેશાન થયા હતા.થોડા દિવસ અગાઉ રાજકોટના એક જાણીતા તબીબે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એસી અને મોબાઇલ નેટવર્કની પુરી સુવિધા નહીં હોવાનો વીડીયો વાયરલ કીને ઇન્ટરનેશનલ એરપોર્ટની પોલ ખોલી હતી.રાજકોટનું નવુ એરપોર્ટ બન્યુ ત્યારથી વિવાદોમાં જ રહ્યું છે અને એરપોર્ટ કરતા તેના અધિકારીઓની નીતિ-રીતિ વધુ વિવાદોમાં રહી છે.

રાજકોટ એરપોર્ટ અને વિવાદને જુનો નાતો
રાજકોટ શહેરમાંથી એરપોર્ટ ખસેડીને હિરાસરમાં ખસેડવા સુધી અને જ્યારથી હિરાસર એરપોર્ટ કાર્યરત થયું છે ત્યારથી કોઈને કોઈ બાબતે એરપોર્ટ વિવાદમાં રહ્યું છે. અગાઉ ઈન્ટરનેશનલના નામે ડોમેસ્ટીક એરપોર્ટ બાદમાં એરપોર્ટના પ્રવેશ પાસે જ નવા બનાવેલા ડોમ તુટી જવાની ઘટના હોય કે એરપોર્ટમાં પાણી, એસી અને બેઠક વ્યવસ્થા જેવી પાયાની સુવિધાનો અભાવ હોય તમામ બાબતોમાં કહેવાતું ઈન્ટરનેશનલ એરપોર્ટ અવારનવાર વિવાદોમાં આવતું રહ્યું છે. હાલ આ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં એક પણ ઈન્ટરનેશનલ ફલાઈટ પણ શરૂ થઈ નથી અને સૌરાષ્ટ્રવાસીઓ ઈન્ટરનેશનલ ફલાઈટની રાહ જોઈ રહ્યાં છે.

Tags :
flights divertedgujaratgujarat newsrajkotRajkot airportrajkot news
Advertisement
Next Article
Advertisement