સ્વ.વિજયભાઇ રૂપાણીને તમામ ક્ષેત્ર દ્વારા અશ્રુભીની શોકાંજલિ
અનેક લોકોએ ભૂતકાળના સંસ્મરણો વાગોળી લોકપ્રિય નેતાને શબ્દાંજલિ પાઠવી, સર્વત્ર ઘેરા શોક- આઘાતની લાગણી
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળ દ્વારા સ્વયંભૂ કામ-ધંધા બંધ રાખવા અપીલ
ગુજરાતના અમદાવાદથી લંડન જઇ રહેલ ક્રુ મેમ્બર સહીત 242 લોકોની સવારી સાથે વિમાન ટેક ઓફ થયાના થોડા સમય પછી ક્રેશ થઇ જવાની સર્જાયેલી કાળની કંપાવનારી ગમખ્વાર દુર્ઘટનામાં રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે અન્ય યાત્રીઓનું દુ:ખદ અવસાન થયું છે. ત્યારે સૌરાષ્ટ્ર-રાજકોટમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે. પુર્વ મુખ્યમંત્રી અન્ય યાત્રીઓને સમાજના રાજકીય સામાજીક આગેવાનોએ શ્રધ્ધાંજલી પાઠવી હતી અને ભુતકાળના સ્વ.વિજયભાઇ રૂપાણી સાથેના સંસ્મરણો વાગોળીને તેમના પ્રિય લોકનેતાને શબ્દાંજલી અર્પણ કરી હતી. વિજયભાઇ રૂપાણી જેવા સાલસ અને લોકપ્રિય નેતાની વિદાયથી સર્વત્ર ઘેરા શોક અને આઘાતની લાગણી પ્રવર્તી રહી છે.
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળે સ્વ.વિજયભાઇ રૂપાણીના માનમાં રાજકોટ અને સૌરાષ્ટ્ર ના વેપાર ઉદ્યોગ જગત ને સ્વયંભૂ પોતાના કામકાજ બંધ રાખવા અપીલ કરી છે. એક યાદીમાં જણાવાયું છે કે, વિજયભાઈ રૂૂપાણીના આકસ્મિક અવસાનથી ગુજરાતની પ્રજાએ એક સંવેદનશીલ રાજનેતાને ગુમાવ્યા છે. ગુજરાતમાં બીજેપીના સંગઠન માં એક મજબૂત શિલ્પી તરીકે તેઓ રહ્યા હતા અને એમ કહી શકાય કે ગુજરાતમાં બીજેપીના ઉદયમાં વિજયભાઈનો સિંહફાળો હતો. નાનાંમાં નાના કાર્યકરો અને સામાજિક આગેવાનો સાથે તેમનો વ્યકતિગત સંપર્ક હતો. તેમના સાશનકાળ દરમ્યાન લેવાયેલા અનેક પ્રજાલક્ષી નિર્ણયો માટે ગુજરાતની જનતા તેમને કાયમ યાદ રાખશે. રાજકોટ અને સૌરાષ્ટ્ર ના વેપાર ઉદ્યોગ જગતને તેમના સન્માનમાં કામકાજ બંધ રાખીને શ્રદ્ધાંજલિ આપવા અપીલ કરવામાં આવે છે.
સાદગી અને સંવેદનશીલતા ધરાવતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી: પ્રિ.ડો.યજ્ઞેશ એમ.જોશી
એરઇન્ડિયાના પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણીના નિધન થયાના સમાચાર દુર્ભાગ્યપૂર્ણ છે. અતિષય કરુણ અને ન કલ્પી શકાય તેવા સમાચાર છે. તેમની વિદાય માટે કોઈ શબ્દો નથી. સ્વ.વિજયભાઈ રૂૂપાણીના પરિવારજનો અંજલી બહેન, ઋષભભાઈ તેમજ સમગ્ર રૂૂપાણી પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના, મહાદેવ તેમના આત્માને શાશ્વત શાંતિ આપે. રાજકોટે તેમના હમદર્દ અને રાહબર ગુમાવ્યા છે. સંવેદનશીલ વ્યક્તિના જવાથી સમગ્ર ગુજરાતની પ્રજાએ દુ:ખ અનુભવ્યું છે. સ્વ. વિજયભાઈ રૂૂપાણી સહીત નિધન પામેલા સર્વ નાગરિકોને ભાવભરી શ્રદ્ધાંજલિ પરમાત્મા તેમના કુંટુંબીજનોને દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તેમ જે.જે.કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) કોલેજના પ્રિન્સીપાલ ડો.યજ્ઞેશ એમ. જોશીએ જણાવ્યું છે.
ગુજરાતની જનતાએ એક વિકાસના સ્વપ્ન દ્રષ્ટા ગુમાવ્યા: ભૂત, જોષી, પટેલ, ત્રિવેદી
જનસંધના પાયાથી લઇ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને તે માટે અવિરત આંદોલનો, અવિરત સંધર્ષ અને અનેક યાતનાઓ સાથે પોતાનું જીવન પાર્ટીમાં સમર્પિત કરનાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણીના અચાનક નિધન થી ગુજરાત ભાજપને મોટી ખોટ પડી છે.
આમ, શ્રધ્ધાંજલિ પાઠવતા ભાજપ અગ્રણી નીતિન ભૂત, હરેશ જોષી, સી.ટી.પટેલ, તેજસ ત્રિવેદી, પોપટ ટોળીયા એ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. વિજયભાઈ રૂૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવતા ઉપરોક્ત અગ્રણીઓએ જણાવ્યું હતું કે વિજયભાઈ રૂૂપાણી એ ભારતીય જનતા પાર્ટીની હાલતી ચાલતી વિચારધાર હતી અને સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓ માટે એક પાઠશાળા હતી.સરળ નેતૃત્વ ધરાવતા વિજયભાઈ રૂૂપાણી મુખ્યમંત્રી હોવા છતાં "કોમનમેન સાબિત થયા હતા. અને સૌરાષ્ટ્રના લાખો કાર્યકર્તાઓને સાચું માર્ગદર્શન આપી આજે નેતૃત્વ સંભાળી શકે તેવી ક્ષમતામાં વિજયભાઈ રૂૂપાણીનો અનન્ય ફાળો રહ્યો છે ત્યારે વિજયભાઈ રૂૂપાણીના અચાનક અવસાન થી ગુજરાતની જનતાએ અને ભારતીય જનતા પાર્ટીએ એક વિચારક, પ્રચારક અને સ્પષ્ટ વક્તા ગુમાવ્યાં છે અને સૌરાષ્ટ્રને એઈમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપનાર વિજયભાઈ રૂૂપાણીને સૌરાષ્ટ્રની જનતા કાયમી યાદ રાખશે અને રાજકોટને મેગા સીટી બનાવવામાં મેયર થી લઇ મુખ્યમંત્રી સુધીની સફરમાં હંમેશા રાજકોટ વિજયભાઈના દિલમાં રહયું છે. ત્યારે ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના આમ, શ્રદ્ધાંજલિ પાઠવતા નીતિન ભૂત, હરેશ જોષી, સી.ટી.પટેલ, તેજસ ત્રિવેદી, પોપટ ટોળીયા એ જણાવ્યું હતું.
વિજયભાઇ રૂપાણી જીવદયા રત્ન હતા : નમ્રમુનિ મ.સા.
વિદાય હંમેશા વેદના અને સંવેદનાની સ્પર્શના કરાવતી હોય છે, એમાં પણ અચાનક અને અણધારી આકસ્મિક વિદાય તો અકલ્પનીય અને અકથ્ય હોય છે.વિજયભાઇ રૂૂપાણી એટલે એક એવું વ્યક્તિત્વ જેમની નિ:સ્વાર્થ સેવા, જીવદયા, પ્રેમ, દેશભક્તિ જેવા શ્રેષ્ઠ સદગુણો એમને ગુજરાત રાજ્યની દરેક વ્યક્તિ સાથે જોડે છે, એમને એમના જીવનને દેશની સેવા અને સમાજના દરેક વર્ગના લોકો માટે સમર્પિત કર્યું હતું એટલે એમની વિદાય સહુ માટે આઘાતનું કારણ બની શકે તે સ્વાભાવિકપણે સમજી શકાય છે.રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રત્યે આત્મિયતા ધરાવતા વિજયભાઇ રૂૂપાણી તેઓના દરેક અવસરે ભક્તિભાવે ઉપસ્થિત રહ્યા છે.’આગમન થયું હોય, એની વિદાય નિશ્ચિત હોય છે.’ અત્યારે આ સત્યનો સ્વીકાર કરી એમના અનેક શ્રેષ્ઠ સદગુણોને સ્મૃતિમાં લાવી એમની સાથેની શ્રેષ્ઠ ક્ષણોના સ્મરણ સાથે, એમના પ્રત્યે હૃદયથી ઉપકારભાવ અનુભવવો, એ જ સાચી ભાવાંજલિ અર્પણ કરી કહેવાશે.એમનો આત્મા પરમ શાંતિને પ્રાપ્ત કરે, શાશ્વત સમાધિને પ્રાપ્ત કરે એ જ અંતરથી ભાવાંજલિ.
વિજયભાઇ રૂપાણીને શ્રધ્ધાંજલિ પાઠવતા અશોક દવે
વિજયભાઇ રૂપાણી પોતાની દરેક ગાડી સ્કુટર કે કારની નંબર પ્લેટ પર એક જ નંબર રાખતા હતા 1206. આ લકી નંબર તા.12-06-2025 દુર્ભાગ્ય બની ગયો. આપણા સૌના લોકલાડીલા પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની જુલાઇ 2013માં લીધેલી તસવીર રજુ કરી અશોક દવેએ પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇને શ્રધ્ધાંજલી પાઠવી હતી.
વિજયભાઇ રૂપાણી સીએમ કરતાં કોમનમેન તરીકે કાર્ય કરનારા હતા: ધીરગુરૂદેવ
ચણાકાના વતની અને બરમાંથી રાજકોટ વસાવટ કર્યા પછી પુર્વ મુખ્યમંત્રી અને જૈન અગ્રણી વિજયભાઇ રૂપાણી સ્થા.જૈન મોટા સંઘના નવયુવક મંડળમાં કાર્યરત થયા પછી આરએસએસ અને ગુજરાત રાજયમાં વિવિધ સેવામાં જોડાયા બાદ મુખ્યમંત્રી બન્યા. છતાં હંમેશા પોતાને કોમનમેન માનીને સહુ કોઇને ઉપયોગી બનતા હતા. હમણા છેલ્લે પ્રેરીત વિશ્વ નવકાર દિવસે હેમુ ગઢવી હોલમાં ગુરૂ આદેશ થતાં જ વિજયભાઇ રૂપાણીએ નવકાર મંત્રના જાપ કરાવી ઉત્સાહ વધાર્યો હતો. સરલ, સાલસ સ્વભાવના વિજયભાઇ રૂપાણીના આકસ્મીક નિધનથી માત્ર પરિવારને નહીં ભારતદેશને સંનીષ્ઠ કાર્યકરની ખોટ પડી છે. જે નજીકના ભવિષ્યમાં પુરી શકાશે નહીં તેમ ધીરગુરૂદેવે શ્રધ્ધાંજલીમાં જણાવેલ.
વિજયભાઇ રૂપાણીએ કરેલા વિકાસનાં કાર્યો થકી સદૈવ લોકોના હૃદયમાં રહેશે : ગોવિંદભાઇ
વિમાન દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તેમના આત્માને પ્રભુ સદગતી આપે તેમ એક નિવેદનમાં પૂર્વે મંત્રી ગોવિંદભાઈ પટેલે જણાવ્યું છે.પટેલે વધુમાં જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં રાજકોટથી પૂર્વ મુખ્યમંત્રી,પક્ષના કુશળ સંગઠક ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિકાસ કાર્યના પથદર્શક એવા વિજયભાઈ રૂૂપાણી ને ગુમાવ્યા છે. તેની ખોટ ગુજરાત ભા.જ.પ.ને સાલસે અને તેમને કરેલા વિકાસના કાર્યો મારફતે તેઓ સદેવે લોક હૃદયમાં રહેશે. વિજયભાઈ સાથે વર્ષો સુધી સંગઠનનું કામ અને સતામાં હોય ત્યારે તેમને કામ કરતા જોયા છે. એ.બી.વી.પી. થી જનસંઘ અને ભાજપમાં વર્ષો સુધી તેમને જે સુવાસ્ ફેલાવી છે તે દરેક કાર્યકર્તા અને જનમાનસમાં ચિતરાયેલી રહેશે.
વિજયભાઇ રૂપાણી અચાનક વિદાયથી જૈન સમાજને ન પૂરી શકાય તેવી ખોટ: પારસમુની
જૈન સમાજ રત્ન જીવદયાપ્રેમી ગુજરાત રાજ્ય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અચાનક દેહાવસાનથી સમગ્ર જૈન સમાજ અકશ્ય દુ:ખદ લાગણીની સંવેદના અનુભવી રહ્યો છે. તેમની વિદાયથી જૈન સમાજને નજીકના ભવિષ્યમાં ન પૂરી શકાય તેવી ખોટ અનુભાવય છે. કરુણાંતીક ઘટનામાં દિવંગત વિજયભાઇ રૂપાણી, પાયલોટ, કુ મેમ્બર તથા સર્વ આત્માઓને ભાવભરી શ્રદ્ધાંજલી પાઠવીએ છીએ.
ગુજરાતે દુર્લભ નેતા ગુમાવ્યા: વિબોધ દોશી
ગુજરાતના જાહેરજીવને કર્મયોગી અને દેવદુર્લભ નેતા ગુમવ્યા છે. વિજયભાઈ રૂૂપાણીના આકસ્મિક નિધનથી સંઘપરિવારે નિષ્ઠાવાન અને કુશળ કાર્યકર્તા ગુમવ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ગુજરાતના પૂર્વપ્રદેશ મહામંત્રી વિબોધ દોશીએ ઊંડા આઘાતની લાગણી વ્યકત કરીને પરમાત્મા તેઓના આત્માને પરમ શાંતિ આપે તેવી વિબોધ દોશીએ પ્રાર્થના કરી છે. આ સાથે દોશી એ તાજેતરમાં વિજયભાઈના ઘરે વિદ્યાર્થી પરિષદના પૂર્વ પ્રદેશ અગ્રણીઓ સાથેના સ્નેહમિલનની તસ્વીર જાહેર કરી છે.આ તસ્વીરમાં સર્વ વસંતભાઇ ખોખાણી,વિજયભાઈ અને અંજલીબેન રૂૂપાણી,ચંદ્ર્કાંત શુકલ,જ્યોતીન્દ્રમામા,કમલેશ જોશીપૂરા, કલ્પક ત્રિવેદી, વિભોધ દોશી વિગેરે જણાય છે.
સંત સ્વભાવના સહાયક અને ગુરૂતુલ્ય મિત્રનો અપૂર્વ ક્ષય:વસા.
વિજયભાઈના અચાનક અવસાન થતા દિલીપભાઇ વસાએ જણાવ્યું હતું કે જીવનયાત્રામાં એક સજ્જન, નિષ્ઠાવાન અને સમર્પિત મિત્ર ગુમાવી બેઠો છું. તેમનો વિયોગ માત્ર વ્યક્તિગત દુ:ખ જ નથી, પરંતુ ધર્મપ્રવૃત્તિ માટે સમર્પિત, એક સંતસ્વભાવના, સહાયક અને ગુરુતુલ્ય મિત્રનો અપૂર્વ ક્ષય છે.
વિજયભાઇના નિધનથી ગુજરાતની જનતાને કયારેય ન પુરાય તેવી ખોટ: ચેતન રામાણી
ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ ખેડૂત આગેવાન ચેતનભાઈ રામાણી અખબારી યાદીમાં જણાવતા કહ્યુ હતુ કે, ગત રોજ અમદાવાદ ખાતેથી ઉડાન ભરીને લંડન જઈ રહેલી એર ઇન્ડીયાની ફલાઈટનો દુર્ભાગ્યપણે અકસ્માત સર્જાયો હતો જેમા દેશ વિદેશના 240 થી વઘુ મુસાફરો પૈકીમા ગુજરાત રાજયના સંવેદનશીલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી પણ સવાર હતા. આસપાસ વિસ્તારમા હોસ્ટેલ બિલ્ડીંગ પર પડતા હોસ્ટેલના પણ 20 થી વધુ કોલેજીયન વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાયા હતા. ત્યારે ચેતન રામાણીએ જણાવ્યું હતું કે મારે જેમની સાથે વર્ષોથી નજીકનો ઘરોબો રહ્યો છે જે મારા અંગતમિત્ર, વ્યાવસાયિક ભાગીદાર તેમજ મારા રાજકીય માર્ગદર્શક પણ રહી ચુક્યા છે એવા રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણીના નિધનના સમાચાર સાભળી ઉંડાણપૂર્વક દુ:ખની લાગણીઓથી શોકાતુર છુ. માત્ર હું નહી પણ ભારતીય જનતા પાર્ટીને એક શ્રેષ્ઠ સંગઠનકાર તેમજ બહુમુલ્ય માર્ગદર્શક આપતા વ્યકતીની આજ એક બહુ મસ મોટી ખોટ પડી છે કેમ કે કોર્પોરેટર થી માંડી પ્રદેશ પ્રમુખ, કેબિનેટ મંત્રી અને ત્યારબાદ રાજયના મુખ્યમંત્રી રહ્યા તદઉપરાંત માત્ર રાજકીય ક્ષેત્રે નહીં પરંતુ સામાજીક અને ધાર્મિક ક્ષેત્રે પણ તેઓની ખોટ વર્તાશે.આજે જ્યારે તેમના પત્ની અંજલીબેન અને પુત્ર રૂૂષભ સાથે કેટલાક પરીવારોને પોતાના પરીવારના વડાની ખોટ પડી છે ત્યારે ગત સેંધા સમયથી સ્વામિનારાયણ મંદિર વડતાલ, ગઢપુર, જૂનાગઢ, જેતપુર, અમદાવાદ, ધોલેરા, ભૂજ, રાજકોટ વિગેરે સ્થળો પર સંતો દ્રારા ધૂન કિર્તને કરી તમામ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ઈષ્વર દુ:ખ સહન કરવાની શક્તિ અને બળ આપે અનેં દિવગંત આત્મા ને ચિર શાંતી પ્રદાન થાય તે હેતુથી પ્રાર્થના કરી હતી.
વિજયભાઈ રૂપાણી સાથે વિતાવેલા સંસ્મરણો હરહંમેશ માનસપટ પર રહેશે : ઉદય કાનગડ
ગુજરાતના અમદાવાદથી લંડન જઈ રહેલા કૂ મેમ્બર સહિત 242 લોકોની સવારી સાથેનું વિમાન ટેકઓફ થયાના થોડા સમય પછી જ પ્રેશ થઈ જવાથી સર્જાયેલી કાળજા કંપાવનારી ગમખ્વાર દુર્ઘટનામાં હતભાગી દિવંગતોને અશ્રુભીની શ્રધ્ધાંજલી પાઠવતા ઘારાસભ્ય ઉદય કાનગડએ જણાવ્યું હતું કે ગુજરાતની ઘરતી પર વિમાન ક્રેશની આ દુ:ખદાયી ઘટનાએ માનવ મનને હચમચાવી નાખ્યા છે. આ કરૂણાંતીકાથી ગુજરાત જ નહી સમગ દેશવાસીઓ અવાચક થઈ ગયા છે. વધુમાં ઉદય કાનગડએ જણાવેલ કે અમદાવાદ ખાતે સર્જાયેલી વિમાન કેસની દુર્ઘટનામાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂૂપાણીનું પણ દુ:ખદ નિધન થયેલ છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર-રાજકોટમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. 2 ઓગષ્ટ, 1956ના રોજ બર્મા દેશના રંગુન ખાતે જન્મેલા વિજયભાઈ રૂૂપાણીએ રાજકોટને જ પોતાનું કાર્યક્ષેત્ર બનાવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી પોતાની કારકીર્દી શરૂૂ કરી સંગઠન અને સતાકીય ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ આયામો હાંસલ કરી રાજયના 16માં મુખ્યમંત્રીષદ તરીકે શપથ સતન્ન કર્યા હતા.આમ રાજકીય-સેવાકિય અને સામાજિક ક્ષેત્રે સદૈવ અગ્રેસર વિજયભાઈ રૂૂપાણીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન પોતાના વતન રાજકોટને એઈમ્સની ફાળવણી, અટલ સરોવર અને ન્યુ રેસકોર્ષની ભેટ આપીને રાજકોટવાસીઓના માનસ પટ્ટમાં મુઠ્ઠી ઉચેરૂ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સાથોસાથ સંવેદનશીલ અને સાલસ સ્વભાવને કારણે તેઓએ કાર્યકર્તાઓ અને લોકોના હદયમાં અમિટ લોકચાહના પ્રાપ્ત કરી હતી. ખાસ કરીને રાજકોટના આગેવાનોકાર્યકર્તાઓ કે જે વર્ષોથી વિજયભાઈ રૂૂપાણી સાથે લાગણી અને આત્મીયતાના સંબંધથી જોડાયેલા હતા તેઓ પોતાના પરિવારના મોભી-સ્વજય ગુમાવ્યા હોય તેવી વેદના વ્યક્ત કરી શોકમાં ગરકાવ થઈ ગયા છે.
ભારતીય જનતા પાર્ટીના એક સંનિષ્ઠ કાર્યકર ગુમાવ્યા છે તેમની હંમેશા ખોટ વર્તાશે : શહેર ભાજપ આગેવાનો
શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાની સંયુકત અખબારીયાદીમાં અમદાવાદ પ્લેન ક્રેશમાં અવસાન પામેલ મૃતકો અને રાજકોટના પનોતા પુત્ર અને ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર એવા ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણીને શ્રધ્ધાંજલી પાઠવતાં જણાવ્યું હતું કે, અમદાવાદથી લંડન જતી ફલાઈટ અચાનક ક્રેશ થઈ અને તેમાં સવાર 241 સહિત અંદાજે 290 થી વધુ લોકોના આકસ્મિક અને દુ:ખદ અવસાન થયું છે. આ દુર્ધટનામાં રાજકોટ શહેર ભાજપના પાયાના પત્થર સમાન વિજયભાઈ રૂૂપાણીએ પણ આપણી વચ્ચેથી વસમી વિદાય લીધી છે. આ અકસ્માતમાં એક સાથે અનેક જીવન કાળના ખપ્પરમાં હોમાઈ ગયા છે ત્યારે તેમના પરિવાર ઉપર અચાનક જ ખુબજ ગંભીર દુ:ખ અને સંકટ આવી ગયું છે. ઈશ્વર સર્વે હતભાગી મૃતકોને શાંતિ અને મોક્ષ આપે તેવી પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી. તેઓની વિદાયથી પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ મંત્રી બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, લોકસભા સાંસદ પરશોતમભાઈ રૂૂપાલા, પૂર્વ લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારીયા, કેબીનેટ મંત્રી અને ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, કમલેશભાઈ મીરાણી, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા સહિત રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ શ્રધ્ધાંજલી પાઠવી હતી.
રાજકોટે ભાજપના પાયાના પથ્થર, માગદર્શક વરિષ્ઠ રાજકીય આગેવાન ગુમાવ્યા: મનપાના પદાધિકારીઓ
તા.12/06/2025ના રોજ સદીની સૌથી મોટી બનેલ આ વિમાન ક્રેશની દુર્ધટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણીનું પણ દુ:ખદ અવસાન થયેલ. વિજયભાઈ રૂૂપાણીએ બંધારણીય તથા ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ હોદ્દાઓ પર જવાબદારીઓ સંભાળેલ. વિજયભાઈ રૂૂપાણીએ રાજકોટ શહેર ભાજપમાં મહામંત્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય, રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર, ડ્રેનેજ સમિતિ ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મેયર તેમજ ત્યારબાદ પ્રદેશ ભાજપ મહામંત્રી, રાજ્ય સભા સાંસદ, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ચેરમેન, રાજકોટ-69 વિધાનસભા ધારાસભ્ય, ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, પંજાબમાં ભાજપના પ્રભારી અને ભાજપની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય સહિત અનેક હોદ્દાઓ પર જવાબદારી સંભાળેલ છે અને પોતાની સમગ્ર રાજકીય કારકિર્દી દરમ્યાન લોકસેવાના અને લોકોપયોગી અનેકવિધ કાર્યો થકી રાજકીય ક્ષેત્રે મુઠ્ઠી ઉચેરા માનવી તરીકેની લોકચાહના મેળવેલ. રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ એર ઇન્ડિયાના બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન(અઈં 171) ક્રેશની અતિ દુર્ભાગ્યપૂર્ણ દુ:ખદ દુર્ધટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પૂર્વ મેયર વિજયભાઈ રૂૂપાણીના દુ:ખદ અવસાન સબબ સંવેદના અને ઊંડા દુ:ખની લાગણી વ્યકત કરી, શ્રદ્ધાસુમન પાઠવે છે અને જણાવે છે કે, રાજકોટએ ભાજપના પાયાના પથ્થર, માર્ગદર્શક, વરિષ્ઠ રાજકીય આગેવાન અને સંગઠનના ચાણક્ય ગુમાવ્યા છે. પરમ કૃપાળું પરમાત્મા તેમના આત્માને મોક્ષ ગતિ પ્રદાન કરે તેમજ તેમના પરિવારજનોને આ દુ:ખદ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરે છે.
જનનાયક વિજયભાઇ રૂપાણીની વિદાયથી જાહેર જીવન પાંગળુ બન્યું: માંધાતાસિંહ
ગુજરાત રાજ્યની પ્રજાભિમુખ અને પારદર્શી સરકારના એક સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જેમનું નામ આદરપૂર્વક લેવામાં આવતું હતું તેવા અત્યંત સાત્વિક, સરળ, સહજ, સૌમ્ય અને સમર્પિત જનનાયક વિજયભાઈ રૂૂપાણીની વિદાયથી જાહેર જીવન પાંગળું બન્યું છે એમ જણાવીને રાજકોટના ઠાકોર માંધાતાસિંહજી જાડેજાએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. રાજ્યના યશસ્વી પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂૂપાણીએ વિધાર્થીકાળથી દૂરંદેશી દાખવીને જાહેર જીવનમાં સકારાત્મક રાજકીય નેતૃત્વની ધરોહર સમાન કાર્ય કર્યું હોવાનું જણાવીને માંધાતાસિંહજીએ રૂૂપાણી પરિવાર પ્રત્યે રાજ પરિવાર વતી સંવેદના પ્રગટ કરી હતી. અમદાવાદ ખાતેની હ્રદયવિદારક વિમાન દુર્ઘટનાનાં દિવંગત આત્માઓને રાજકોટ રાજ પરિવાર ભાવપૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરે છે. ઈશ્વર પરિવારજનો ને શક્તિ આપે અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના,