ત્રણ ટેસ્ટ માટે ટીમની જાહેરાત, કાલથી ટીમ ઇન્ડિયા રાજકોટમાં
શ્રેયસ ઐયર ઇજાના કારણે બહાર, કોહલી પણ નહીં રમે: સરફરાઝખાન અને આકાશદીપને ટેસ્ટકેપ, રવિન્દ્ર જાડેજા અને કે.એલ. રાહુલની વાપસી
રાજકોટમાં આગામી તા.15મીથી શરૂ થનાર ટેસ્ટ ક્રિકેટ મેચ પૂર્વે ભારતીય ટીમનું આવતીકાલે રવિવારે જ રાજકોટમાં આગમન થનાર છે. અને ટીમને હોટલ સયાજીમાં ઉતારો આપવામાં આવ્યો હોય, ભારતીય ટીમના સ્વાગત માટે હોટલ સયાજીમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. હોટેલ આખી ભારતીય ટીમની થીમ ઉપર શણગારવામાં આવી છે. અને સોફાસેટ થી માંડી બેડરૂમ સુધીની વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરી દેવામાં આવી છે. કાલે ભારતીય ક્રિકેટરો આરામ કરશે જ્યારે તા.12,13 અને 14 એમ ત્રણ દિવસ પ્રેક્ટિસ કરનાર છે. ઇંગ્લેન્ડની ટીમ તા.13મીએ સાંજ સુધીમાં રાજકોટ પહોંચશે અને આ ટીમને હોટેલ ફોર્ચ્યુનમાં ઉતારો અપાયો છે.
ભારત- ઇંગ્લેન્ડ વચ્ચેની બાકીની ત્રણ ટેસ્ટ મેચો માટે ટીમ ઇન્ડીયાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શ્રેયસ ઐયર ઇજાના કારણે અને વિરાટ કોહલી અંગત કારણોસર મેચમાંથી બહાર છે. જયો સરફરાઝખાન અને આકાશદીપને તક આપવામાં આવી છે.આગામી તા.15ને ગુરૂવારથી રાજકોટમાં શરૂ થતા ત્રીજા ટેસ્ટ માટે ટીમ ઇન્ડીયાનું રવિવારે રાજકોટમાં આગમન થશે. ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ હોટલ સયાજીમાં રોકાણ કરશે. હોટલ ખાતે પણ તૈયારીઓને આખી ઓપ અપાય રહ્યો છે. ટીમ ઇન્ડીયા તા.15મીથી ત્રીજો ટેસ્ટ મેચ શરૂ થાય તે પૂર્વે રાજકોટમાં પ્રેકટીસ કરવામાન સમય વિતાવશે.
વિરાટ બાબતે બોર્ડે કહ્યું કે બોર્ડ કોહલીના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરે છે અને સમર્થન કરે છે.આ સિવાય રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલની ભાગીદારી મેડિકલ રિપોર્ટ પર નિર્ભર રહેશે. તેની ફિટનેસ મંજૂર થયા બાદ પણ તે ટેસ્ટ મેચનો ભાગ બની શકશે.તે જ સમયે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર આકાશ દીપને બાકીની ત્રણ ટેસ્ટ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પસંદગી સમિતિએ અવેશ ખાનની જગ્યાએ આકાશને પસંદ કરવાનો નિર્ણય લીધો છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બાકીની ત્રણ ટેસ્ટ માટે ટીમમાં ઝડપી બોલર આકાશ દીપનો સમાવેશ કરવામાં આવ્યો છે. બિહારના રોહતાસ જિલ્લાનો આકાશ દીપ હવે ટીમનો ભાગ છે. ઈંઙકમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમે છે અને હેંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતીય ટીમના સભ્ય પણ હતા.આકાશ દીપે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 103 વિકેટ લીધી છે. આ સાથે જ તેના નામે ટી20માં 48 વિકેટ છે.આકાશ દીપ ભારતીય ટીમમાં આશા સાથે આવ્યો છે. બિહારના મુકેશ કુમાર પહેલાથી જ ટીમમાં સામેલ છે.
ટીમ ઈન્ડિયા છેલ્લી ત્રણ ટેસ્ટ માટે
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કે.એલ. રાહુલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટમેન), કેએસ ભરત (વિકેટમાં), આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ
ટેસ્ટ શેડ્યૂલ
ત્રીજી ટેસ્ટ: ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 15-19 ફેબ્રુઆરી, રાજકોટ (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)
4થી ટેસ્ટ: ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 23-27 ફેબ્રુઆરી, રાંચી (JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમ)
પાંચમી ટેસ્ટ: ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 7-11 માર્ચ, ધર્મશાલા (હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)