ઘરેથી નિકળી ગયેલી 3 વર્ષની બાળાનું પરિવાર સાથે પુન: મિલન કરાવતી ટીમ અભયમ
શહેરમાં ઘર પાસે રમતી ત્રણ વર્ષની બાળા રમતા રમતા દુર નિકળી ગઇ હતી. ટીમ અભયમે ભુલી પડેલી બાળકીના વાલી વારસની શોધખોળ આદરી બાળાને લઇ પોલીસ ચોકી ખાતે પહોંચી હતી તે દરમિયાન લાપતા બાળકીનો પરિવાર પણ પુત્રીને શોધતો શોધતો પોલીસ ચોકી ખાતે પહોંચ્યો હતો. તે દરમિયાન પરિવાર સાથે બાળકીનું પુન: મિલન થયું હતું. માસુમ બાળકીને સુરક્ષિત રીતે પરિવાર સાથે ભેટો કરાવનાર ટીમ અભયમનો આભાર વ્યકત કર્યો હતો.
રાજકોટના વાવડી ગામ પરથી તા.04/10/2025ના રોજ 21:56 રાત્રિ સમય ના 181 પર જાગૃત નાગરિકનો કોલ આવેલ કોઈ અજાણ્યા 3 વર્ષીય બાળકી મળી આવેલ છે.
તેમની મદદે 181 વાન મોકલો, આથી તાલુકા પો.સ્ટે. સ્થિત 181 વાનના કાઉન્સેલર કિંજલ વણકર, મહિલા કોન્સ્ટેબલ જાનકીબેન, પાયલોટ દર્શિતભાઈ સહિતના ઘટના સ્થળ પર પહોચી જાગૃત નાગરિકને મળી ઘટના અંગે માહિતી મેળવેલ જણાવેલ કે હું દુકાન પર હતો ને આ બાળકી છેલ્લા કેટલાંક કલાકથી ત્યાં ઊભી રડતી હતી બાળકીને પૂછતા બાળકી એ કંઈ જણાવ્યું નહી ત્યાં આજુબાજુમાં જાગૃતિ નાગરિક શોધ ખોળ કરતા કોઈ વાલી વારસ મળેલ નહી જેથી 181 મહિલા હે્પલાઇન પર કોલ કરે.181ની ટીમ ઘટનાસ્થળે પહોંચેલ 181 ની ટીમ દ્વારા વાવડી ગામ પોલીસ ચોકીએ અગાઉ કોલ દ્વારા જાણ કરેલ જેથી આજુબાજુમાં શોધ ખોળ કરતા બાળકીનાં માતા પિતા પણ બાળકીને શોધતાં વાવડી ગામ પોલીસ ચોકી આવેલ માતા પિતા જણાવેલ કે રાત્રે 8 વાગ્યે ની બાળકી બહાર રમતી હતી ને બાળકી રમતા રમતા ક્યારેય નિકળી ગઇ છે ખબર જ નહોતી માતા પિતા ને એ હતું કે આજુબાજુમાં બધા સગાં સંબંધીઓ રહે છે તો તેમના ત્યાં હશે બધા સગાં સંબંધીઓ પુછતા જાણવા મળ્યું કે બાળકી કોઈ ના ઘરે નથી તો શોધ ખોળ ચાલુ કરી વાવડી ગામ રાજકોટ ખાતે બાળકી નો પરિવાર બાળકીને શોધતા આવેલ માટે બાળકી ને 181 ટીમ બાળકી ને તેમના પરીવાર ના સભ્યો ને સોપેલ તેઓને પીડિતા બાળકી ની કાળજી રાખવા સમજાવેલ. પીડિતા બાળકી ના પરીવારે 181 ટીમ નો આભાર વ્યક્ત કરેલ.