For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૂંટણી પંચની એપમાં સતત એરર આવવાથી SIR કામગીરીમાં રોકાયેલ શિક્ષકોના સમયનો વ્યય

01:56 PM Nov 20, 2025 IST | Bhumika
ચૂંટણી પંચની એપમાં સતત એરર આવવાથી sir કામગીરીમાં રોકાયેલ શિક્ષકોના સમયનો વ્યય

સ્કિનશોટ મોકલવા છતાં ઉપરી અધિકારીઓ એપનો પ્રશ્ર્ન માનવા તૈયાર નથી

Advertisement

હાલ ચૂંટણીપંચ દ્વારા ગુજરાત સહિત અન્ય રાજ્યો મા SIR ની કામગીરી ચાલી રહી છે જેમાં BLO તરીકે શિક્ષકો,આંગણવાડી બહેનો કાર્યરત છે જેમાં હાલ ગણતરી ફોર્મ ની વિતરણ ,અપલોડ ની કામગીરી ચાલી રહી છે જેમાં કર્મચારીઓ સવાર થી મોડી રાત્રી સુધી આ કામગીરી પુરી ખંત થી કરી રહયા છે પરંતુ હાલ જે BLO અઙઙ મા કામ કરવાનું છે એ એપ મા સતત એરર આવે છે,વારંવાર લોગ આઉટ થઈ જવાય છે અને ફોટો અને ફોર્મ અપલોડ કરતી વખતે ચકરડા જ ફર્યા કરે છે જેના કારણે આ કામગીરી મા રોકાયેલ કર્મચારીઓ નો સમય ખૂબ જ વ્યય થાય છે સાથે બાળકો ના શિક્ષણ ના ભોગે આ કામગીરી કરાવવા મા આવે છે હાલ શાળાઓ અને આંગણવાડી ખાલી બાળકો જ વધ્યા છે એમને શિક્ષણ આપવા વાળા તો આવા ખરાબ સર્વર ના કારણે કોઈ કામ થઈ શકતું નથી અને સતત રાત્રે 12 વાગ્યા સુધી મહિલા બીએલઓ ને ફોન કરી કામગીરી નિશ્ચિત ટાર્ગેટ પૂરો કરવા જણાવવામાં આવે છે જેના કારણે તેઓ માનસિક અને શારીરિક ખૂબ જ ત્રાસ અનુભવે છે.

ખરેખર આ કામગીરી જો કરાવવી જ હોય તો અઙઙ સારી રીતે ચાલે એવું પહેલા આયોજન ચૂંટણીપચ દ્વારા કરવું જોઈએ જેથી કામ કરનાર કર્મચારીનો સમય વ્યય ના થાય અને મહિલા બી એલ ઓ ની સ્થિતિ તો એવી છે કે તેઓ નથી પરિવાર ને કે પોતાના બાળકો ને સમય આપી શકતા રાત્રે પણ ફોન કરી કામગીરી પૂર્ણ કરવા ફોર્સ કરવામાં આવે છે વિસ્તારમાં ફરવું સાથે ફોર્મ કલેક્ટ કરવા એ કામ કરે અને જ્યારે અપલોડ કરવા બેસે તો એપ ચાલે નહિ અને છતાં એપ ના સ્કિનશોટ મોકલવા છતાં ઉપરી અધિકારીઓ માનવા તૈયાર નથી કે એપ નો પ્રશ્ન છે ખરેખર એક વાર બીએલઓ સાથે ગ્રાઉન્ડ લેવલે આવી અધિકારી કામ કરે અને એપ મા કામ કરે તો એમને ખ્યાલ આવે કે ખરેખર કામ કેમ થાય.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement