ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી સામે મોરચો માંડતા શિક્ષકો અને કર્મચારીઓ
DEO અને કચેરીના સ્ટાફની મનમાનીથી વહીવટી કામગીરી અધ્ધરતાલ : રજૂઆત કરનાર સાથે અયોગ્ય વર્તનની રાવ
કાયમી અધિકારી અને કર્મચારીની નિમણૂક કરવા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિનું સાંસદને આવેદન
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમા છેલ્લા ઘણા સમયથી કાયમી અધિકારી નહી હોવાથી ઇન્ચાર્જથી ગાડુ ગબડાવવામા આવે છે. અને તેના કારણે અનેક પ્રકારની સમસ્યા સર્જાઇ રહી છે.શૈક્ષણિક કે વહીવટી કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. તેવા આક્ષેપ રાજકોટ શહેર-જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા કરવામા આવ્યો છે.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષકો અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકો તેમજ કારકુનો પોતાની મનમાનીથી વહીવટી કામગીરી કરતાં હોય, આમ વિદ્યાર્થીઓના તેમજ કર્મચારીઓના શૈક્ષણિક અને વહીવટી તમામ કામો ઠપ થઈ ગયેલ છે, અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો વહીવટ ખાડે ગયેલ હોય.
રાજકોટ શહેર / જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ આકરા પાણીએ હોય આજ રોજ સમિતિના હોદેદારો પ્રથમ રાજકોટના સાંસદ પરષોતમભાઈ રૂૂપાલાના કાર્યાલયે રૂૂબરૂૂ જઈ ત્યારબાદ જિલ્લા શિક્ષણાધિકારીને રૂૂબરૂૂ મળી રજૂઆત કરી હતી . ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર - કચ્છમાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની જગ્યા મહત્વની હોય, જે લાંબાગાળાથી ઇન્ચાર્જથી ચાલતી હોય, જેના કારણે આ પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે, સત્વરે કાયમી જિલ્લા શિક્ષણાધિકારી ફાળવવા માંગ ઉઠી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવી અનેક વખત ફરીયાદો શિક્ષકો અને કર્મચારીઓમા ઉઠી છે અને છેક ગાંધીનગર સુધી ફરીયાદ કરવામા આવી હતી છતા પણ આજદીન સુધી કોઇપણ કાર્યવાહી નહી કરવામા આવી હોવાની રાવ સંકલન સમીતી દ્વારા કરવામા આવી હોવાની ચર્ચા થઇ રહી છે.
લાંબા સમયથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમા પડતર પ્રશ્ર્નો
(1) ઉ.પ.ધો.ના 450થી વધુ કેસ પડતર હોય, મંજૂર થવા
(2) ઉચ્ચ. માધ્ય. આચાર્ય ચાર્જ એલાઉન્સ મંજૂર અંગે. / આચાર્યની પગાર પાયરી નક્કી કરવા
(3) નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત નિવૃત થતાં ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓને રજાનું રોકડમાં રૂૂપાંતરનો લાભમળે તે અંગેના ઠરાવમાં સુધારો કરવા
(4) કેટલીક શાળાઓની અગાઉના વર્ષની ગ્રાન્ટ ગણતરી બાકી છે તે પૂર્ણ કરવા
(6) ઉ.પ.ધો.તેમજ પ્રમોશન પટ્ટાવાળા-ક્લાર્ક માટે E.I સહીમાટે ધક્કા ખવડાવતા હોય તે અંગે દરખાસ્ત.
(6) પટ્ટાવાળા અને જુનિયર ક્લાર્ક ફિક્સેશન ફાઈલ
(7) L.T.C 10 રજા રોકડ બીલ પડતર
(8) શારીરિક શિક્ષણ નિયામકની લાંબા સમયથી ખાલી પડેલ જગ્યા
(9) વિદ્યાર્થીઓના નામ, અટક, જન્મતારીખના સુધારા
(10) અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ શાળામાં ભાષા શિક્ષકો માટે ભરતી સમયે બંને માધ્યમ પસંદ કરી શકે
(11) રાજકોટ જિલ્લામાં વ્યાયામ શિક્ષકની સંખ્યા અને ખાલી જગ્યા જાહેર કરવા
(12) જિલ્લા શિક્ષણાધિકારી કચેરી શહેર અને ગ્રામ્યની કચેરી અલગ અલગ વર્ષ 2016થી મંજૂર થયેલ હોય તે અંગે ઘટતું કરવા
(13) નિવૃત કર્મચારીઓના રજાનું રોકડમાં રૂૂપાંતર
(14) મેન્યુઅલ પગાર બીલ સમય મર્યાદામાં મંજૂર કરવા
(15) કર્મચારીઓ પૈકી જે અધિકારી તથા કર્મચારીઓની વધુ ફરિયાદ છે તે (1) કિરીટસિંહ પરમાર (ઇન્ચાર્જ ઉઊઘ), (2) એમ. એ. અન્સારી (ઓ.એસ.), (3) હેમલબેન આણંદપરા (ઇ.આઈ.), (4) સુનિતાબેન બારહટ (કારકુન), (5) વિપુલભાઈ બોરિચા (કારકુન)