રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ટી.ડી.એસ. જાગૃતિ સેમિનાર યોજાયો
રાજકોટની કલેક્ટર કચેરીના સભા ખંડ ખાતે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ટેક્સ ડિડકટેડ એટ સોર્સ (ટી.ડી.એસ.) જાગૃતિ સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ઓફિસરશ્રી સમર્થ જોશીએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ઈન્કમટેક્સ ભરવાના ફાયદાઓ , પ્રોવિઝન ઓફ સેલેરી, શોર્ટ ડિડક્શન, શોર્ટ પેમેન્ટ, ડિમાન્ડ એનાલિસિસ, જસ્ટિફિકેશન ઓફ રિપોર્ટ, લેટ ફાઈલિંગ ફી, તેના પર લાગતું વ્યાજ, ક્યા સેક્શનમાં ટી.ડી.એસ.ક્યા દરે કાપવું, ઈન્કમટેક્સના વિવિધ કાયદાઓ સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે વિસ્તૃત માહિતી ઉપસ્થિત સર્વેને આપી હતી. સેમિનારના અંતે પ્રશ્નોતરી કરીને સંબંધિત અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ સંવાદ કર્યો હતો.
આ તકે ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટના જોઈન્ટ કમિશનર શ્રી અનન્યા કુલશ્રેષ્ઠ, ઈન્કમટેક્સ ઓફિસર શ્રી વિરેન મહેતા, શ્રી રાજીવ કુમાર, કલેકટર કચેરીની હિસાબી શાખા, પેટા હિસાબી શાખા, મહેકમ શાખા, અપીલ શાખા, ખાસ શાખાના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા .