ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હિરાસર એરપોર્ટ પર પીકઅપ-ડ્રોપ માટે ટેક્સી ડ્રાઇવરોને નિ:શુલ્ક 12 મિનિટ અપાઇ

03:59 PM Jul 22, 2025 IST | Bhumika
Advertisement

ભારે ઉહાપોહ થયા બાદ ઓથોરિટી દ્વારા રાહત અપાઇ, પાર્કિંગના રેટ ચાર્જનું બોર્ડ લગાવાયું

Advertisement

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પાર્કિંગના નામે થતા આડેધડ ઉઘરાણા સામે ભારે ઉહાપોહ થતા અંતે એરપોર્ટ ઓથોરીટી દ્વારા પાર્કિંગના સતાવાર રેટ બહાર પાડવામાં આવ્યું છે અને એરપોર્ટ બહાર પાર્કિંગ રેટનું સતાવાર બોર્ડ પણ મારવામાં આવ્યું છે. જેમાં પીકઅપ અને ડ્રોપ કરવા આવતા વાહન ચાલકો માટે 12 મીનીટ નિ:શુલ્ક જાહેર કરાઇ છે અને 30 મીનીટથી બે કલાકના પાર્કિંગના રેટ નક્કી કરવામાં આવ્યા છે.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ટેક્સી પાસીંગ ગાડીઓને કોઇપણ પ્રકારની સુવિધા આપ્યા વિના એરપોર્ટ ઓથોરીટી ચાર્જ વસુલતા કેબ એસોસિએશનના સદસ્યો, ટેક્સી ડ્રાયવરોએ બે દિવસ સુધી ધરણા કર્યા બાદ ચાર્જ વસુલવા બાબતે એરપોર્ટ ડિરેકટર દિગંત બોરાહને રૂૂબરૂૂ મળી લેખીતમાં આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, આ એસોસિએશન આખા ગુજરાતમાં રજીસ્ટર છે. ટેક્સી પાસીંગનો ટેકસ ભરી લીગલી ધંધો-વ્યવસાય કરીએ છીએ. દેશભરમાં એરપોર્ટમાં કોઇ એરપોર્ટ ઉપર ટેક્સી ગાડીઓ માટે ડ્રોપીંગ ચાર્જ લેવામાં આવતો નથી. એક માત્ર આપણા રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં રૂૂ. 40 ચાર્જ વસુલવામાં આવે છે, તે તાકીદે રદ કરવા અને ટેક્સી ગાડીઓ માટે 10 મિનિટ ડ્રોપીંગ ફ્રી રાખવા અને 10 મિનિટ બાદ નોમીનલ ચાર્જ રાખવા કેબ એસોસિએશન પ્રમુખ ધનરાજસિંહ ઝાલા, ઉપપ્રમુખ પિયુષ બારાઇ સહિતના સદસ્યો ટેક્સી ડ્રાઇવરોએ માંગણી ઉઠાવી હતી.

આ ઉપરાંત તાજેતરમાં જ રાજકોટ લોકસભાના સાંસદ અને એરપોર્ટની એડવાઈઝરી કમિટીના અધ્યક્ષ પુરૂૂષોત્તમ રૂૂપાલાની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ દ્વારા એરપોર્ટ ડાયરેક્ટર ઉપર પ્રશ્નોનો મારો ચલાવવામાં આવ્યો હતો. એરપોર્ટ પર પાર્કિંગ, નેટવર્ક અવેલેબિલિટી, પીવાનું પાણી, ચોમાસા દરમિયાન છતમાંથી ટપકતા પાણી સહિતના પ્રશ્નોએ એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહને ઘેરી લીધા હતા.

આ દરમિયાન એરપોર્ટ ઓથોરિટીએ 31 જુલાઈ સુધીમાં પાર્કિંગ સહિતનાં પ્રશ્નો ઉકેલવા વાયદો કર્યો હતો. જેમાં આખરે હવે વાહનોનાં પાર્કિંગના નામે ચાલતી ઉઘાડી લૂંટ બંધ થશે. કારણ કે, અંતે પાર્કિંગ માટેનું રેટ ચાર્ટ લગાવવામાં આવતાં ટેક્સી ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 12 મિનિટ સુધી પિકઅપ અને ડ્રોપ ફ્રી રહેશે, ત્યારબાદ નક્કી કરાયેલા દર મુજબ ચાર્જ વસુલ કરવામાં આવશે. રાજકોટ એરપોર્ટ પર હવે ફિઝિકલી પાર્કિંગ ચાર્જ નહિ પણ અમદાવાદ એરપોર્ટની જેમ ડિજિટલ સ્કેનરથી ચાર્જ વસુલ કરાશે, જેના લીધે રોજની માથાકૂટનો અંત આવશે.

 

Tags :
gujaratgujarat newsHirasar airportrajkotrajkot newsTaxi drivers
Advertisement
Next Article
Advertisement