ભાવનગર જિલ્લામાં ખેતમજૂરના નામે કરોડોની ટેક્ષ ચોરી
તળાજાના રત્નકલાકાર સહિત ત્રણને 37 કરોડના બેન્ક વ્યવહારોની નોટિસ મળતા સમગ્ર કૌભાંડ ખુલ્યું: બેન્ક લોનના નામે આધારકાર્ડ અને પાનકાર્ડની નકલ મેળવી બેન્ક એકાઉન્ટ ખોલી નાખ્યા
ભાવનગર જિલ્લા માં ટેક્ષ ચોરી નો કાળો કારોબાર ખૂબ મોટો ચાલી રહ્યો છે.આ કાળા કારોબારમા તળાજા ના અનેક લોકો સામેલ છે.તળાજા પંથકના કાયદા અને અક્ષર જ્ઞાન થી અજાણ સાથે જેને રૂૂપિયા ની જરૂૂર હોય તેવા લોકોને ટાર્ગેટ બનાવી તેના નામે ખાતા ખોલાવી કરોડો રૂૂપિયાની ટેક્ષ ચોરી કરી રહ્યા છે.આ મામલે ભાવનગર ના ઈન્કમ ટેક્ષ વિભાગ સક્રિય થયું છે.જેને લઈ તળાજા પંથકના અંતરિયાળ ગામડા ના આર્થિક રીતે પછાત કહી શકાય તેવા વ્યક્તિઓને નોટીસ મળતા ખળભળાટ મચીગયો છે.જેને નોટીસ મળી છે તેનો દાવોછેકે મને અગાઉ નોટીસ મળી તે સમયે તળાજા ના કોણ કોણ ઈસમો એ પોતાને સંડોવ્યો હતો તે તમામ ના નામો આપી દીધા છે.ત્યારે હવે તંત્ર કેવી કડક કાર્યવાહી કરે તેનીપર સૌ કોઈની મીટ મંડાઈ છે.
તળાજા પંથકના એક ખેત મજુર સહીત ત્રણને ભાવનગર ઇન્કમ ટેક્ષ વિભાગ દ્વારા મોકલાયેલ રૂૂ.7 કરોડ 42 લાખ ના ટ્રાન્જેક્શનની નોટીસમાં ત્રણેય વ્યક્તિ અંતરિયાળ ગામડાના રહેવાસી છે.તેમાંના એક વ્યક્તિ એ જણાવ્યું હતુ કે પોતાને રૂૂ.25 કરોડ,25 લાખ ની રકમ નું ટ્રાન્જેક્શન ફેબ્રુઆરી 20-21 અને 21-22 ના સમય ગાળા દરમિયાન અલગ અલગ બેંકો ના માધ્યમથી કરવામાં આવેલ હોવાની નોટીસ મળી છે.તે યુવકે જણાવ્યું હતુ કે પોતાના ગામના જ અન્ય એક વ્યક્તિ ને રૂૂ.12 કરોડ ની નોટીસ મળી છે.બંને ની થઈ રૂૂ.37 કરોડ ના ટ્રાન્જેક્શન ની નોટીસ મળી છે.
યુવકનો દાવો છેકે પોતાની સાથે છેતરપીંડી કરવામા આવી છે.પોતે રત્ન કલાકાર છે. આર્થિક ભીંસમાં હોય તળાજાના એક ભેજાબાજને જાણ થતાં બેંક લોન અપાવવા ની મદદ કરવા નું કહી ને આધારકાર્ડ, પાન કાર્ડ અને ફોટા લીધેલ હતા.બાદ અલગ અલગ બેંકોમા પોતાના ખાતા ખોલાવ્યાં હતા અને ચેક બુકમાં સહી લેવરાવી હતી.યુવક ને માત્ર સહી કરતા આવડે છે.તેમને અક્ષરજ્ઞાન ઓછું છે. તેમણે ઉમેર્યું હતું કે આખીય ચેનલ છે. તળાજાની ટોળકી આ ચેનલ ચલાવે છે.અગાઉ મળેલ નોટીસ ના પગલે જ્યારે નિવેદન આપ્યું તે સમયે પોતાને કઈ રીતે જાળમા ફસાવવામાં આવ્યો અને તેની પાછળ તળાજાના કોણ કોણ વ્યક્તિ છે તે તમામ ના નામ સાથે નિવેદન નોંધાવ્યું છે.
નોટીસ મામલે ફોન કરું તો હવે મારો ફોન એ લોકો રિસીવ કરતા નથી. સમાજ સેવક ગણાવતા લોકો એ આ કાળા કારોબાર થકી કરોડો રૂૂપિયા બનાવ્યા છે.
બેન્ક એકાઉન્ટમાં ટોળકી પોતાનો મોબાઈલ નંબર નાખી પાસવર્ડ મેળવે છે
યુવાને જણાવ્યું હતુ કે બેન્ક એકાઉન્ટ ખોલવા સમયે પાન અને આધારકાર્ડ અને ફોટા મેળવે છે.સહીઓ કરાવે છે.એકાઉન્ટ મા મોબાઈલ નંબર તેમનો નાખવામાં આવે છે.જેથી જે કઈ મેસેજ આવે તે ટેક્ષ ચોરી કરનાર ઈસમ ને આવે છે. સરકાર અને ગરીબ માણસોને ચુનો ચોપડતી ટોળકી મોબાઈલનું સીમકાર્ડ પણ કોનું વાપરે છે તે બાબતે પણ તપાસ થવી જોઈએ.