વેરા વિભાગ દ્વારા બાકીદારોની વધુ પાંચ મિલકત સીલ, રૂા.30.55 લાખની વસૂલાત
મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા આજે રિકવરી ઝુંબેશ અંતર્ગત વધુ પાંચ મિલ્કત સીલ કરી 6 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂા. 30.55 લાખની વસુલાત કરી હતી. આજે 150 ફૂટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.52,135, પેડક રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.25,000/- નો ચેક આપેલ, પેડક રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.27,500/- નો ચેક આપેલ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ માં આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.3.60 લાખનો ચેક આપેલ, સોની બજારમાં આવેલ ક્રિશ્ના ચેમ્બર્સ સેક્ધડ ફ્લોર શોપ નં-215 ને સીલ મારેલ, સોની બજારમાં આવેલ’જે.પી .ટાવર-બી’થર્ડ ફ્લોર શોપ નં-45 ને સીલ મારેલ, સોની બજારમાં આવેલ’જે.પી .ટાવર-બી’થર્ડ ફ્લોર શોપ નં-46 ને સીલ મારેલ, સોની બજારમાં આવેલ’જે.પી .ટાવર-બી’ 4-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.2.58 લાખ, પંચનાથ પ્લોટમાં આવેલ 1.-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.9.19 લાખની કરી હતી.
વેરા વિભાગ દ્વારા આજે સોની બજારમાં આવેલ’જે.પી .ટાવર-બી’સેક્ધડ ફ્લોર શોપ નં-43 ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.55,761, મણીનગર મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.00 લાખ, ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે ચેક આપેલ, ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.15 લાખ, 80 ફૂટ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતાં ચેક આપેલ, સહજાનંદ ઓદ્યોગીક વિસ્તારમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.46,000, 80 ફૂટ રોડ પર આવેલ નેહરૂૂ નગરમાં 2-યુનિટને સીલ મારેલ, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી 63,935 નો ચેક આપેલ હતો.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.