વેરા વિભાગે વધુ 9 મિલકત સીલ કરી સ્થળ પર રૂા. 42.60 લાખની કરી રિકવરી
મનપાના વેરાવિભાગે બાકીદારો ઉપર ધોસ બોલાવી આજે વધુ 9 મિલ્કત સીલ કરી નવ આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂા. 42.60 લાખની વેરાવસુલાત કરી હતી. મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા આજે જામનગર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.50,000, સાધુવસવાની કુંજ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.3.00 લાખનો ચેક આપેલ, મહાકાળી મંદીર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.66 લાખ, સોનીબજારમાં આવેલ ‘જે.પી.ટાવર્સ’ફર્સ્ટ ફ્લોર શોપ નં-102 ના બાકી માગના સામે સીલ કાર્યવાહી કરતાં રેકવરી રૂૂ.62,000, ગોંડલ રોડ પર આવેલ ‘પ્લેનરી આર્કેડ’ ફર્સ્ટ ફ્લોર શોપ નં-126 ને સીલ મારેલ, સોનીબજારમાં આવેલ ‘જે.પી.ટાવર્સ’ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-5 ને સીલ મારેલ, સોનીબજારમાં આવેલ ‘જે.પી.ટાવર્સ’શોપ નં-5 109 ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.28 લાખ, ગોંડલ રોડ પર આવેલ શિવાલિક-7 થર્ડ ફ્લોર ઓફીસ નં-308 309ને સીલ મારેલ હતું.
મનપાના વેરાવિભાગ દ્વારા આજે ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.4.50 લાખ, ગીતા નગર મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.97,400, 150 ફૂટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.00 લાખ, અમરનગર રોડ પર આવેલ 1- યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.85,000, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.82,500, ઢેબર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.64,500, ભૂતનાથ મંદીરપાસે આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.80,000ની કરી હતી.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.