વેરાવિભાગના કેસરિયા, કોમર્સિયલની 14 મિલકત સીલ, 4ને જપ્તીની નોટિસ
મનપાના વેરાવિભાગ દ્વારા ઉઘરાણી માટે ગણતરીનાદિવસો બાકી હોય આજે ત્રણેય ઝોનમાં કડક કાર્યવાહી ધરી કોમર્શીયલની વધુ 14 મિલ્કત સીલ કરી ચાર યુનિટને જપ્તીની નોટીસ ફટકારી 20 આસામીઓ પાસેથી રૂા. 31.64 લાખની વેરાવસુલાત કરી હતી. વેરાવિભાગ દ્વારા આજે બેડીનાકા પાસે આવેલ 1-યુનિટને સીલ મારેલ, રેલ નગર મેઇન રોડ પર આવેલ 1-યુનિટને સીલ મારેલ, સંત કબીર રોડ પર આવેલ ન્યુ શક્તિ સોસાયટીમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.49,800, સોની બજારમાં મેઇન રોડ આવેલ ’સમન્વય પેલેસ’ થર્ડ ફ્લોર શોપ નં-301 ને સીલ મારેલ, સવજીભાઈની શેરીમાં આવેલ ‘ધૂવિલ મેન્શન’ફર્સ્ટ ફ્લોર શોપ નં-105 ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.73,000નો ચેક આપેલ, સવજીભાઈની શેરીમાં આવેલ ‘ધૂવિલ મેન્શન’.થર્ડ ફ્લોર શોપ નં-301 ને સીલ મારેલ, સોની બજારમાં આવેલ ‘ક્રિષ્ના ચેમ્બર્સ’ સેક્ધડ ફ્લોર શોપ નં-215 ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.07 લાખ, સવજીભાઈની શેરીમાં આવેલ ‘ધૂવિલ મેન્શન’ફર્સ્ટ ફ્લોર શોપ નં-104 ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.56,000નો ચેક આપેલ હતો. મનપાના વેરાવિભાગ દ્વારા આજે સવજીભાઈની શેરીમાં આવેલ ‘સુવર્ણ મંદીર કોમર્શિયલ કોમ્પ્લેક્ષ’ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-3 4ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.86 લાખ, ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.06 લાખ, ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.15 લાખ, ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.50 લાખ, ગોંડલ રોડ પર આવેલ રામાણી કોમ્પ્લેક્ષમાં 7-યુનિટને સીલ મારેલ, ગોંડલ રોડ પર આવેલ રામાણી કોમ્પ્લેક્ષમાં 7-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.4.55 લાખ, ઢેબર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.64,720 કરી હતી. આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.