ઉદ્યોગકારો પાસેથી વેરા વસૂલવા ટેકસ વિભાગ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકયું
400 જેટલા ઉદ્યોગકારોને કુલ 40 કરોડ જેટલા પ્રોપર્ટી ટકેસ બાકી; કડક વસૂલાતની કામગીરીનો પ્રારંભ
વેરા વિભાગના અધિકારીને કારખાનેદારે ધક્કો મારતા ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધાયો
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા ની આજે મોટી ટુકડી દરેડ જીઆઇડીસી ફેસ -2 અને -3 વિસ્તારમાં ત્રાટકી હતી, અને આશરે 400 જેટલા ઉદ્યોગકારોનો બાકી રોકાતો 4 કરોડ જેટલો પ્રોપર્ટી ટેક્સ ભરપાઈ કરવા માટેની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને ઉદ્યોગકારોમાં ભારે ફફડાટ મચી ગયો હતો. પોલીસ તંત્રને સાથે રાખીને વસુલાતની કામગીરી શરૂૂ કરવામાં આવી છે, અને કેટલાક ઉદ્યોગકારો દ્વારા તાત્કાલિક અસરથી સ્થળ પર જ ચૂકવણાં શરૂૂ કરી દેવાયા છે, જ્યારે અને માત્ર 3 ઉદ્યોગકારો પાસેથી 58 લાખની સ્થળ પર વસુલાતની કામગીરી હાથ ધરી હતી. ત્યારે એક કારખાનેદારે વેરા અધિકારીને ધક્કો મારી ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરતા તેના વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
જામનગર મહાનગરપાલિકા અને જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ સેડ હોલ્ડર એસોસિએશન કે જે બંને વચ્ચે અગાઉ ઓગસ્ટ 2023 ની સાલમાં એમ.ઓ.યુ. થયું હતું, અને ઉદ્યોગકારો દ્વારા ટેક્સની રકમ મહાનગરપાલિકાને ચૂકવવામાં આવશે જેમાંથી 25 ટકા રકમ મહાનગરપાલિકા રાખશે, જયારે બાકીની 75 ટકા રકમ ઉદ્યોગ નગર વિસ્તારમાં જ જરૂૂરી વિકાસના કામોમાં વાપરી નાખવામાં આવશે.
જે એમ.ઓ.યૂ. નો મોટાભાગના કારખાનેદારોએ સ્વીકાર કર્યો હતો, પરંતુ 400 જેટલા ઉદ્યોગકારો કે જે સૌપ્રથમ જામનગરની અદાલત અને ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યા હતા, અને પિટિશન દાખલ કરી હતી. જેમાં બંને પક્ષની લંબાણપૂર્વકની દલીલો બાદ થોડા સમય પહેલા જ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઉદ્યોગકારોની ક
પિટિશન ડિસમિસ કરી નાખી હતી.
જેથી મહાનગરપાલિકા માટેનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો માર્ગ મોકળો બન્યો હતો. જે બાકી રોકાતી રકમ મેળવવા માટે મહાનગર પાલિકા દ્વારા તમામ ઉદ્યોગકારોને અંતિમ નોટિસ પાઠવી દિધી હતી. ત્યારબાદ પણ ટેકસર રિકવરીના વાહનો જે શહેરી વિસ્તારમાં ફરે છે, તેને પણ ઉદ્યોગ વિસ્તારમાં મોકલીને ટેક્સ વસુલાત માટે અંતિમ તક આપી હતી.
પરંતુ તે વસૂલાતમાં પણ ઉપરોકત 400 જેટલા ઉદ્યોગ રસ દાખવ્યો ન હતો અને મહાનગરપાલિકાને ફૂલ મળીને અંદાજે 4 કરોડ જેટલી ટેક્સની રકમ રિકવરી કરવાની બાકી રહે છે.
જેની કડક વસુલાતની કાર્યવાહીના ભાગરૂૂપે તેમજ જો ટેક્સ ભર પાઇ ના કરે, તો મિલકત જપ્તી સહિતની પ્રક્રિયાઓ હાથ કરવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે પ્રક્રિયાઓ શરૂૂ કરી દેવામાં આવી હતી. મ્યુનિ કમિશનર ડી એન મોદી ના સીધા માર્ગદર્શન હેઠળ ટેક્સ વિભાગના અધિકારી જીગ્નેશ નિર્મળ અને તેઓની સમગ્ર ટેક્સ બ્રાન્ચની ટુકડી તથા સિક્યુરિટી વિભાગ અને સ્થાનિક પોલીસ તંત્રને સાથે રાખીને આજે સામુહિક રીતે વસુલાત શરૂૂ કરવામાં આવી હતી. તેને લઈને ઉદ્યોગકારોમાં ફફડાટ મચી ગયો હતો.
સૌપ્રથમ તેની પાસે મોટી રિકવરી કરવાની રહે છે તે ઉદ્યોગકારો પાસે વસુલાત માટેની પ્રક્રિયા હાથ કરવામાં આવી હતી, અને ધીમે ધીમે ઉદ્યોગકારો દ્વારા સ્થળાં ચુકવણું શરૂૂ કરી દેવાયું હતું, અને જો પ્રોપર્ટી ટેક્સ ભરવામાં હજુ પણ આનાકાની કરાશે? તો તેઓની મિલકત ની જપ્તીકરણની પણ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે.
દરેક જીઆઇડીસી વિસ્તારમાં બાકી રોકાતી પ્રોપર્ટી ટેકસ ની રકમ ની રિકવરી માટે ગયેલી ટેક્સ વિભાગની ટીમને માત્ર ત્રણ ઉદ્યોગકારોએ જ પાંચ મિનિટના સમયગાળા દરમિયાન મસ મોટી રકમ જમા કરાવી છે. જામનગર મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની ટુકડી આજે પોલીસ તંત્રને સાથે રાખીને વેરા વસુલાતની કડક ઝુંબેશ શરૂૂ કરી હતી, જેમાં આખરે ઉદ્યોગકારોમાં હડકંપ મચી ગયો હતો, અને બે ઉદ્યોગકાર કે જેની અંદાજે 50 લાખ જેવી રકમ ચૂકવવાની બાકી હતી, જેની સ્થળ પર વસુલાત કરી લેવામાં આવી છે, ત્યારે એક આસામીની 8 લાખની રકમ સ્થળ પર જ મહાનગરપાલિકા સમક્ષ જમા કરાવી દેવામાં આવી છે, અને આખરે ઉદ્યોગકારો ધીમે ધીમે ટેક્સ ભરતા થયા છે.