વેરાવિભાગનો સપાટો: 30 મિલકત સીલ, 3 નળજોડાણ કટ
કોર્પોરેશને 13 આસામીઓ પાસેથી સ્થળ ઉપર રૂા. 35.46 લાખની વેરાવસુલાત કરી, 11ને જપ્તીની નોટિસ ફટકારી
મનપાના વેરાવિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં મિલ્કત રિકવરી ઝુંબેશ હાથ ધરી આજે વધુ 30 મિલ્કતો સીલ કરી 11 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂા. 35.46 લાખની વસુલાત કરી હતી. તેમજ રહેણાકના બાકીદારોના 3 નળ જોડાણ કાપી નોટીસ ફટકારી હતી.
વેરાવિભાગ દ્વારા ગાંધીગ્રામમાં શ્યામનગર શેરી નં-6 માં હેતધારા ને નોટીસ સામે રિકવરી રૂૂ.79,970, નાણાવટી ચોકમાં સતાધાર પાર્કમાં શેરી નં-5માં 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂૂ.50,00, નાણાવતી ચોકમાં જસલ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ફોર્થ ફ્લોર પર શોપ નં -326,410 2-યુનિટને સીલ મારેલ, માધાપર 150 ફીટ રીંગરોડ બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડની બાજુમાં ઓમ શ્રેયકર વિદ્યાલય ને નોટીસ સામે રિકવરી રૂૂ.2.00 લાખ, ભગવતીપરા માં સુખસાગર હોલ પાછળ સમન્વય હાઈટ્સ ગોલ્ડ-8 માં 3-યુનિટના નળ કનેક્શન કપાત સામે રિકવરી રૂૂ.1.18 લાખ, કુવાડવા રોડ પર પટેલનગરમાં 1-યુનીટ સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.50,000, રણછોડનગર કો ઓપરેટીવ નજીક હોટેલ ધ ફામ કિષ્ના કિસાન જ્વેલર્સ ને નોટીસ સામે રિકવરી રૂૂ.3.40 લાખ, સદગુરુ રણછોડનગર કો ઓપરેટીવ નજીક શ્રી મેહુલ વિદ્યાલય ને નોટીસ સામે રિકવરી રૂૂ.80,000, ઢેબર રોડ પર એસ.ટી બસ સ્ટેન્ડમાં થર્ડ ફ્લોર ઓફીસ નં-9,10,11,12, 13,14,15,17,18,20, 21,22,57 કુલ-13 યુનીટને ને સીલ મારેલ. કાલાવડ રોડ પર પરિમલ સ્કુલ સામે તુલસી અપાર્ટમેન્ટમાં બી વિંગમાં શોપ નં-5 1-યુનીટ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.60,000, રૈયા ચોક નજીક વેસ્ટ ગેટના ગ્રાઉન્ડ ફ્લોર પર શોપ નં-23,24 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.58,549, મવડી વિસ્તારમાં ગોકુલનગર-1 માં 2-યુનિટની નોટીસ સામે રિકવરી રૂૂ.2.20 લાખ, અંબાજી કાવડા પ્લોટ મેઈન રોડ પર કલ્પવૃક્ષ અપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-5 ને નોટીસ સામે રિકવરી કરતા ચેક આપેલ, બાપુનગરમાં વાલારમાની વાડી નજીક એફ.એન.એફ બિલ્ડીંગમાં 1-યુનિટની નોટીસ સામે રિકવરી કરતા ચેક આપેલ હતો.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.