વેરાવિભાગે સીલિંગની બીક બતાવી રૂા. 1.02 કરોડની પઠાણી ઉઘરાણી કરી
મનપાના વેરાવિભા દ્વારા આજે રિકવરી ઝુંબેશ અંતર્ગત ફક્ત આઠ આસામીઓ પાસેથી સીલીંગની બીક બતાવી સ્થળ ઉપર રૂા. 1.02 કરોડની વસુલાત કરી હતી. તેમજ કોમર્શીયલની ત્રણ મિલ્કતો સીલ કરી રહેણાકનું એક નળ જોડાણ કાપ્યું હતું.
મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા પેડક રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.32,640, રણછોડનગરમાં 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.40,000, પેડક રોડ પર આવેલ 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.93,959, આશાપુરા રોડ પર આવેલ 2-યુનિટને સીલ કરેલ છે.(સીલ), ખિજડાવાળા રોડ પર આવેલ 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.97,110, કેવડાવાડીમાં 1-યુનિટને સીલ કરેલ છે.(સીલ),
કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.52,920, ક્રિષ્ણા નગર સોસાયટીમાં 1- યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.55,610, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.40,000, સ્વાતીપાર્કમાં 1-નળ કનેકશન કપાત કરતા રીકવરી રૂૂ.1.17 લાખ, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.93,100, કોઠારીયા રોડ પર આવેલ 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.08 લાખ, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.93,100, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.02 લાખની કરી હતી.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક,આસી. કમિશ્નર દિપેન ડોડિયા સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,એચ.જે.જાડેજા ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.
-