વેરા વિભાગ આક્રમક, 4 કલાકમાં 23 મિલકત સીલ
રહેણાંકના બે નળજોડાણ કપાયા, સ્થળ પર રૂા.96.57 લાખની વેરા વસૂલાત
મનપાના વેરા વિભાગ દ્વારા બાકીદારો વિરૂદ્ધ અક્રમક ઝુંબેશ હાથ ધરી ચાર કલાકમાં વધુ 23 મીલકત સીલ કરી રહેણાંકના બે નળજોડાણ કાપી સ્થળ પર રૂા.96.57 લાખની વેરાવસુલાત કરી હતી.
વેરા વિભાગ દ્વારા ગાધીગ્રામમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.40,000/- કસ્તુરબા રોડ પર આવેલ 1-નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂૂ.70,000/- મોરબી પાર્કમાં આવેલ રાધિકા પાર્કમાં 1- નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂૂ.74,750/- બ્રાહ્મમનીયા પરામાં આવેલ 1- નળ કનેક્શન કપાત. પેડક રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.63,000/- નો ઙઉઈ ચેક આપેલ. મવડી રોડ પર આવેલ 1-નળ કનેકશન કપાત. સવજીભાઇ શેરીમાં 1-યુનિટને સીલ કરેલ છે.(સીલ) સોનીબજારમાં આવેલ ‘ન્યુ બાલાજી કોમ્પ્લેક્ષ’ ‘જે.બી.જેવેલર્સ ને સીલ કરેલ છે.(સીલ) સોનીબજારમાં આવેલ’શિવાલય કોમ્પ્લેક્ષ’સેક્ધડ ફ્લોર શોપ નં-2 ને સીલ કરેલ છે.(સીલ) સોનીબજારમાં આવેલ 1-યુનિટને સીલ કરેલ છે.(સીલ) ઢેબર રોડ પર આવેલ ‘શ્રી સદગુરૂૂ આર્કેડ’ થર્ડ ફ્લોર-337 ને સીલ કરેલ છે.
વેરા વિભાગ દ્વારા ગોંડ્લ રોડ પર આવેલ ‘જીમ્મી ટાવર’ફર્સ્ટ ફ્લોર શોપ નં-6 ને સીલ કરેલ છે.(સીલ) ગોંડ્લ રોડ પર આવેલ ‘જીમ્મી ટાવર’સિકસ્થ ફ્લોર ઓફિસ નં-18 ને સીલ કરેલ છે.(સીલ) ગોંડ્લ રોડ પર આવેલ ‘જીમ્મી ટાવર’સિકસ્થ ફ્લોર ઓફિસ નં-19 ને સીલ કરેલ છે.(સીલ) ગોંડ્લ રોડ પર આવેલ ‘પ્રમુખ સ્વામી આર્કેડ’ ફીફ્થ ફ્લોર ઓફિસ નં-8 ને સીલ કરેલ છે.(સીલ) ગોંડ્લ રોડ પર આવેલ ‘જીમ્મી ટાવર’ થર્ડ ફ્લોર ઓફિસ નં-29 ને સીલ કરેલ છે.(સીલ) જવાહર એસ્ટેટમાં 1-યુનિટને સીલ કરેલ છે.(સીલ) સોનીબજારમાં આવેલ 1-યુનિટના માંગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.65 લાખ. ટાગોર રોડ પર આવેલ સિલ્વર ચેમ્બરર્સ ગ્રાઉન્ડ ફલોર શોપ નં-33 ને સીલ કરેલ છે.(સીલ) ટાગોર રોડ પર આવેલ દ્વારકા વન થર્ડ ફલોર શોપ-307 ને સીલ કરેલ છે.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.