ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વડાપ્રધાનની સભામાં એક લાખ લોકો એકઠા કરવાનો ટાર્ગેટ

01:27 PM Sep 18, 2025 IST | Bhumika
Advertisement

બે ગામ દીઠ એક એસ.ટી બસ કાર્યક્રમ માટે ફાળવાઈ, તળાજા તાલુકામાં જ 118 બસ દોડશે

Advertisement

ભાવનગર ખાતે વડાપ્રધાન આવતા હોય તેઓના કાર્યક્રમ ને તળાજા નગર અને તાલુકાની જનતા રૂૂબરૂૂ થઈ શકે તે માટે તંત્ર એ કવાયત હાથ ધરી છે.મફત લાવવા લઇ જવામાટે એસ.ટી તંત્ર ની 90 બસો ફાળવવા મા આવી છે.વધુમાં વધુ લોકો લાભલ્યે તે માટે પ્રસાશન અને સંગઠન દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે.
તળાજા શહેર તાલુકા ભાજપ સંગઠન હોય કે ધારાસભ્ય થી લઇ ચૂંટાયેલા જિલ્લા તાલુકા અને નગર પાલિકા ના સભ્ય હોય સાથે તલાટી મંત્રી,આંગણવાડી વર્કર થી લઇ ડે. કલેક્ટર સુધી ના નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ અવસરે સેવા પખવાડિયા ની ઉજવણી અને તા.20 ના રોજ ભાવનગર આવતા વડાપ્રધાન ના કાર્યક્રમ ને લઇ એકદમ વ્યસ્ત છે.કાર્યક્રમ ને સફળ બનવવા માટે એકઠી કરવી પડતી જન મેદની માટે તળાજા ને ચોક્કસ ટાર્ગેટ આપવામાં આવ્યો છે.જેમાં તાલુકાના 118 ગામડાઓ ને લઇ 65 અને તળાજા શહેર માટે 25 બસો મળી કુલ 90 બસ ની વ્યવસ્થા કરેલ હોવાનું સત્તાવાર સાધનોએ જણાવ્યું હતુ.

એ ઉપરાંત ફોર વહીલ થી લઇ અન્ય મોટા વાહનો નું આયોજન અલગ છે.એસ.ટી બસ મા જનાર ને પાણી નાસ્તો,ફૂડપેકેટ્સ,છાશ અને ભોજન સહિતની સગવડો માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
એસ.ટી બસમાં ક્યાં કર્મચારી ને ફરજ સોંપવામાં આવી રહી છે તેનું સમગ્ર લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે.
તા.17 ના રોજ સરદાર સેવા ટ્રસ્ટ દ્વારા ધનેશ્વર મહાદેવ ખાતે સાંજે 5 વાગ્યે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા નું જાહેર આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન મોદી ના જન્મ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો ના ભાગરૂૂપે એમ કાર્યક્રમ યજ્ઞ નો થશે. મોદી માટે દીર્ઘ અને તંદુરસ્ત આયુષ્ય માટે વૈદિક પરંપરા મુજબ આહુતિ આપી હોમ કરવામાં આવશે.એ ઉપરાંત સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવશે.

સર્કલો,સરકારી કચેરીઓમાં રોશનીનો ઝળહળાટ

પીએમ મોદી 20 તારીખે ભાવનગરના મહેમાન બનશે, કરોડોના વિકાસ કાર્યોના ખાતમુર્હુત, MOU કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવનગર આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તડામારતૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે જેમાં શહેર ભરના સર્કલો સરકારી કચેરીઓમાં રોશનીનો ઝળહળાટ કરવામાં આવ્યો છે શહેરમાં નવરાત્રી પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવનગર ખાતે આવે છે ત્યારે ભાવેણા વાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અનેક આશાઓ બંધાઈ છે.

ભાજપ દ્વારા સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાયું

ભાવનગરના અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર, મોતીબાગ ખાતે શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહની અધ્યક્ષતા તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા અને કચ્છના સાંસદ તેમજ પ્રદેશ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જેમાં આગામી 20 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની ભાવનગર યાત્રાની માહિતી તેમજ આયોજનની જવાબદારીઓની ચર્ચા કરવામાં આવેલ, જેમાં પૂર્વ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, પ્રભારી ચંદ્રશેખરભાઇ દવે, મેયર ભરતભાઈ બારડ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ રાજુભાઇ રાણા સહિત પૂર્વ જનપ્રતિનિધિઓ, પૂર્વ શહેર અધ્યક્ષશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ, રાજકોટના જીલ્લા પ્રભારી ધવલભાઈ દવે, મહાનગર પાલિકાના પદાધિકારીઓ, તમામ સેલ, મોરચા અને સમિતિઓ હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat newspm modi
Advertisement
Next Article
Advertisement