For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘તારે અમે કહી એમ કરવાનું’, ધોરણ 12ના છાત્રના વાળ ખેંચી માથુ જમીન પર ભટકાડ્યુ

01:39 PM Feb 20, 2024 IST | Bhumika
‘તારે અમે કહી એમ કરવાનું’  ધોરણ 12ના છાત્રના વાળ ખેંચી માથુ જમીન પર ભટકાડ્યુ

Advertisement

  • કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ બનાવ : યુવકને આંખમાં ઇજા: બનાવના સીસીટીવી ફુટેજ વાઇરલ

શહેરના કાલાવડ રોડ પર આવેલ ઇસ્કોન મંદીરની પાછળ ઓમ હાઉસીંગ સોસાયટીમાં રહેતા ધો.12ના છાત્રને તેમના પાડોશી શખ્સે માથાકુટ કરી વાળ ખેંચી માથુ જમીન સાથે ભટકાડ્યુ હતું. જેથી યુવકને આંખમાં ઇજા થતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે યુનિવર્સિટી પોલીસના સ્ટાફે યુવકની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.

વધુ વિગતો અનુસાર, ઓમ હાઉસીંગ સોસાયટીમાં રહેતા હર્ષ દીલીપભાઇ ગોસ્વામી (બાવાજી) (ઉ.વ.18) નામનો યૂવક તા.18ના રોજ સાંજે તેમના મિત્રો સાથે ઘર નજીક બગીચામાં બેઠો હતો ત્યારે ત્યાં શેફ મેમણ ત્યાં ધસી આવ્યો હતો અને તેમને ઢીકાપાટાનો માર મારવા લાગ્યો હતો. અને આરોપી કહેતો હતો કે, અહીંયા અમે કહીએ તેમજ કરવાનુ રહેશે કહીં હર્ષના વાળ ખેંચી માથુ જમીન પર અથડાવી ગડદા પાટુનો માર મારવા લાગ્યો હતો. ત્યારબાદ ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો.

Advertisement

હર્ષને આંખમાં ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. હર્ષ પરિશ્રમ સ્કૂલમાં ધો.12નો અભ્યાસ કરે છે. તેમના પિતા નોકરી કરે છે. અને આરોપીઓ અવારનવાર સોસાયટીમાં આવી માથાકુટ કરતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આ ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સોશિયલ મિડીયામાં વાયરલ થયાં હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement