તાલુકા પોલીસે રૂ. 7.35 લાખનો મુદ્દામાલ તેરા તુજકો અર્પણ હેઠળ અરજદારોને પરત કર્યો
04:50 PM Dec 02, 2025 IST
|
Bhumika
Advertisement
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત શહેર તાલુકા પોલીસ સ્ટેશને માત્ર એક મહિનાના સમયગાળામાં રૂૂપિયા 7,35,149ના ચોરાયેલો કે ગુમ થયેલો મુદ્દામાલ શોધી કાઢીને તેના મુળ માલિકને સોંપ્યો છે. પોલીસે સીઇઆઇઆર પોર્ટલના માધ્યમથી કાર્યવાહી કરીને કુલ 25 ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢયા છે, જેની અંદાજિત કિંમત રૂૂપિયા 4,17,149 થાય છે. આ ઉપરાંત ગુમ થયેલા 3 મોટરસાયકલ, 1 સોનાનો ચેઈન, અને રૂૂપિયા 18,000 રોકડ રકમ પણ ગુનો ડિટેક્ટ કરી કબ્જે કરાયેલ. આ તમામ મળીને કુલ રૂૂપિયા 7,35,149નો મુદ્દામાલ અરજદારોને સુપરત કરવામાં આવ્યો હતો.
Advertisement
Next Article
Advertisement