પાટીદાર આંદોલનથી રાજકીય રોટલા શેકવાની વાત સત્ય: લાલજી પટેલ
ફાયદો ન થયાની કરસન પટેલની વાતથી દુ:ખ થયું
પાટણમાં ઉદ્યોગપતિ અને નિરમા કંપનીના માલિક કરસન પટેલે પાટીદાર અનામત આંદોલન વિશે આપેલા નિવેદનના મોટા પડઘા પડ્યા છે. હાર્દિક પટેલ બાદ હવે જઙૠના અધ્યક્ષ લાલજી પટેલનું પણ આ મામલે નિવેદન સામે આવ્યું છે.
લાલજી પેટેલે આ મામલે જણાવ્યું હતું કે, કરશનભાઇએ કહ્યું કે આંદોલનથી રાજકીય રોટલા શેક્યાં એ એક નગ્ન સત્ય છે જ, પણ આંદોલનથી ફાયદો નથી એવું કહ્યું એ વાતનું દુ:ખ છે.
આંદોલનમાં 14 દીકરા શહીદ થઇ ગયા અને હજુ પણ કેટલાક ભાઈઓ પર કેસ ચાલે છે. 10% EWS 2019 માં જાહેર કર્યું એ 2017માં કેમ ના કર્યું? હું માનું છું ત્યાં સુધી કેન્દ્ર-રાજ્ય સરકાર બન્નેનો તાલમેલ નહીં હોય. કે બેનને હટાવવાની કોઈ રાજનીતિ હોય. રાજનીતિમાં અમને કોઈ ખબર પડતી નથી. ઊઠજથી ઘણા ગરીબ દીકરાઓને ફાયદો થયો છે.
ઉદ્યોગપતિ અને નિરમા કંપનીના માલિક કરસન પટેલે સ્ટોફક નિવેદનમાં આપતાં કહ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન આનંદીબેન પટેલને હટાવવાનું કાવતરું હતું. લેઉવા પાટીદાર સમાજની દીકરીને મુખ્યમંત્રી પદેથી દૂર કરી આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા છે. તેમના આ નિવેદન બાદ ભરશિયાળે રાજકીય માહોલ ગરમાયો છે.