તળાજાના રત્નકલાકારે કારખાનામાં જ ફાંસો ખાઇ કરેલો આપઘાત
ભાવનગર જિલ્લાના તળાજાના તળાવ વિસ્તારમાં હીરાના કારખાનામા મેનેજર તરીકે નોકરી કરતા યુવાને આજે વહેલી સવારે ઘરેથી કારખાને આવીને ટેબલની મદદથી દોરડા વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.જેના પગલે રત્ન કલાકારોના ટોળા ઉમટ્યા હતા.સમાજના આગેવાનો દોડી આવ્યા હતા.મૃતક મરતા પહેલા લખેલી ચિઠ્ઠી ખિસ્સામાથી પોલીસને મળી આવી હતી.જેમાં તેઓએ પોતાના સંતાનોનું ધ્યાન રાખવા જણાવ્યું હતું.
હીરાને પરખનાર રત્ન કલાકાર ઝીંદગીને ન પરખી શકતા આજે તેઓએ વ્હાલસોયા દીકરો અને દીકરી સહિત પરિવારને નોંધારા મૂકીને જે સ્થળે પેટિયું રળતા હતા એજ સ્થળને આત્મહત્યાનું સ્થળ બનાવ્યું હતું. તળાજાની કરીમાબાદ સો.સા ખાતે રહેતા બરકત કાસમભાઈ પીરાણી ઉ.વ.આ.42 નરેશભાઈ ફુલસર વાળા અલીભાઈ ભૂરાણીની ભાડુઆત જગ્યામા હીરાનું કારખાનું ચલાવતા હોય ત્યાં વર્ષોથી મેનેજર તરીકે નોકરી કરતા હતા.કારખાનાની ચાવી બરકતભાઈ પાસે જ રહેતી હોય આજે વહેલા આવીને દોરડા વડે ગળેફાંસો ખાઈ જીવન નો અંત લાવી દીધો હતો. બનાવના પગલે ટાઉન બીટના આસી.સબ.ઈન્સ નિખિલ પંડ્યા એ જણાવ્યું હતુ કે મોત વ્હાલું કરવામાં કારણમાં લાંબા સમય થી માંદગી અને આર્થિક સંકડામણ હોવાનું પરિવાર જનોએ પોલીસને જણાવ્યું હતુ.