તળાજાના વેપારીને 2.15 કરોડના પીજીવીસીએલના બિલનો મેસેજ આવ્યો!
ભાવનગર જિલ્લાના તળાજાના એક વેપારી જે મહુવા ચોકડી થી આગળ તેઓનું વેપાર સ્થળ છે.ત્યાં વિજતંત્ર નું થ્રી ફેઈઝ કનેક્શન છે.
વેપારીના જણાવ્યા પ્રમાણે તેઓને બે દિવસ પહેલા પોતાના મોબાઈલ મા પીજીવીસીએલ નું બિલ મળેલ હતું.બિલ ની રકમ હતી રૂૂપિયા બે કરોડ પંદરલાખ બાંસઠ હજાર ઓગણચાલીસ રૂૂપિયા અને સાડત્રીસ પૈસા. બે કરોડ થી વધુ નું બિલ નો મેસેજ મળતાજ કહી શકાય કે ધબકારો ચુકીગયા હતા, પરસેવો વળી ગયો હતો. જોકે તેના ઈલાજ માટે ત્વરીત વેપારી એ વીજ કચેરી પર જઇ ને જવાબદાર અધિકારી ને વાત કરતા તેઓ પણ ચોંકીગયા હતા. ભૂલ સ્વીકારી ને બે કરોડ થી વધુનું બિલ સુધારીને રૂૂ.591.05 કરી આપતા વેપારીને હાંશકારો થયો હતો. તેઓએ ત્યાંજ બિલ ભરપાઈ કરી ને પહોંચપણ મેળવી લીધી હતી. સિસ્ટમ ની ભૂલ ગણોકે સંબધિત વ્યક્તિની.પણ એક ભૂલ માણસ ને ક્યારેક ટેંશનમા મૂકી દયે છે તેનો અનુભવ તળાજા ના વેપારી ને થયો હતો.