સરગમ કલબમાંથી પ્રેરણા લઇ દરેક વ્યક્તિ સેવા કાર્યોનો સંકલ્પ કરે: વજુભાઇ વાળા
છેલ્લા 4 દાયકા કરતા પણ વધુ સમયથી વિવિધ ક્ષેત્રે સેવા પ્રવૃત્તિ કરતી અને છેવાડાના લોકોને લાભ પહોંચાડતી સામાજિક સંસ્થા સરગમ કલબની વાર્ષિક સાધારણ સભામાં 2024/25નાં વાર્ષિક હિસાબોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ સભામાં ગત વર્ષ દરમિયાન કરવામાં પ્રવૃતિઓનો ચિતાર આપવામાં આવ્યો હતો સાથોસાથ નવા વર્ષ દરમિયાન યોજાનારા કાર્યક્રમની માહિતી પણ આપવામાં આવી હતી. શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ વાર્ષિક સાધરણ સભામાં સૌએ એકીઅવાજે સેવા પ્રવૃતિની બિરદાવી હતી અને તમામ કમિટી મેમ્બર્સને અભિનંદન આપ્યા હતા.
આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપના પ્રમુખ માધવ દવે, ઉપરાંત શિક્ષણ શાસ્ત્રી ગિજુભાઈ ભરાડ, બિલ્ડર હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ કનેરિયા, શિવલાલભાઈ આદ્રોજા, મુકેશભાઈ શેઠ, યોગેશભાઈ પુજારા, અનંતભાઈ ઉનડકટ, લીતભાઈ રામજીયાણી, નાથાભાઈ કાલરીયા, પ્રતાપભાઈ પટેલ, રાકેશભાઈ પોપટ, રાજદીપસિંહ જાડેજા, જયસુખભાઈ ઘોડાસરા, ડી વી મહેતા, પ્રવીણભાઈ ધોળકિયા, દિનેશભાઈ અમૃતિયા, શિવલાલભાઈ રામાણી, વીનોદભાઇ પંજાબી સુરેશભાઈ વેકરીયા, દિલેશભાઇ પાબારી, સુરેશભાઈ વેકરીયા, પ્રજ્ઞેશભાઈ પટેલ, કૌશીકભાઇ સોલંકી, રમણીકભાઇ જ્સાણી, યોગીનભાઇ છનીયારા, શૈલેશભાઇ માઉ, મીતેનભાઇ મહેતા, કરશનભાઇ આદ્રોજા, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, માલાબેન કુંડલીયા, કાંતાબેન કથીરિયા, કાશ્મીરાબેન નથવાણી, અલ્પનાબેન ત્રિવેદી, ઉષાબેન પટેલ, કાન્તાબેન કથીરીયા, જયોતીબેન ટીલવા, જશુમતીબેન વસાણી, સુઘાબેન ભાયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક સાધારણ સભાને સંબોધન કરતા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ સરગમ પરિવારના સભ્યોને સરગમની પ્રવૃત્તિમાંથી પ્રેરણા લઈને જુદા જુદા ક્ષેત્રે સેવા કાર્યો કરવા અનુરોધ કર્યો હતો. શિક્ષણ શાસ્ત્રી ગિજુભાઈ ભરાડે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આ સંસ્થાના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં ગુણવંતભાઈ ડેલાવાળાએ પોતાનું જીવન ખર્ચી નાખ્યું છે. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ કહ્યું હતું કે તમે સરગમમાં એક રૂૂપિયો આપશો તો તે સવારૂૂપિયાનું વળતર આપે છે. ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે સરગમ ક્લબને રાજકોટનું નજરાણુ ગણાવી હતી. આ સાધારણ સભામાં ભાજપના શહેર પ્રમુખ ડોક્ટર માધવ દવે સરગમ ક્લબને રાજકોટ કે સૌરાષ્ટ્રની નહીં પરંતુ સમગ્ર ગુજરાતની સર્વોત્તમ સંસ્થા ગણાવી હતી અને કહ્યું હતું કે સરગમની ટીમ સેવાની આહુતિ આપી રહી છે જે બિરદાવાલાયક છે. બિલ્ડર હરેશભાઈ લાખાણી એ પણ સરગમની પ્રવૃત્તિને બિરદાવી હતી. સરગમ ક્લબના ખજાનચી સ્મિતભાઈ પટેલે સંસ્થાના હિસાબો રજૂ કર્યા હતા જેને સર્વાનુમતે બહાલી મળી હતી. સામાન્ય સભાના પ્રારંભે સ્વાગત પ્રવચનમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, 2025-26 ના વર્ષમાં 13 હજારથી વધુ સભ્યો સરગમ પરિવારમાં જોડાયા છે. જેમાં જેન્ટ્સ કલબમાં 300, સીનીયર સીટીઝન કલબમાં 1300, લેડીઝ કલબમાં 2000, ચિલ્ડ્રન કલબમાં 2500, કપલ કલબમાં 4000 અને ઇવનિંગ પોસ્ટમાં 1200 સભ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરગમપરિવારમાં 1000 જેટલા ડોનર, મીડિયા, બેન્કર, સરકારી અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ છે. સરગમ કલબ 215 લોકોનો પગારદાર સ્ટાફ પણ ધરાવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળનીલુબેન મહેતા, ગીતાબેન હિરાણી, અલ્કાબેન કામદાર ગીતા બેન હીરાણી ડો અલ્કાબેન ધામેલિયા, છાયાબેન દવે ભરતભાઈ સોલંકી રાજેન્દ્રભાઈ શેઠ, જયસુખ ભાઇ ડાભી, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઈ દેત્રોજા, ઘનશયામ ભાઇ પરસાણા, રમેશભાઇ અકબરી વગેરેએ જહેમત ઉઠાવી હતી.