અમરેલીની ઘટનાના જવાબદારો સામે પગલાં ભરો, આંતરરાષ્ટ્રીય કુર્મી સેના
મુખ્યમંત્રીને રજૂઆત, માનવ અધિકાર આયોગમાં જવા ચીમકી
આંતરરાષ્ટ્રીય કૂર્મીસેનાના અધ્યજ્ઞ જીગ્નેશ કાલાવડિયા તથા મહામંત્રીને પત્ર પાઠવી અમરેલીમાં પાટીદાર સમાજની દિકરી સાથેની ઘટનાના જવાબદારો સામે તત્વરીત કાર્યવાહી કરવા અને જો યોગ્ય કાર્યવાહી નહી થાય તો માનવ અધિકાર અને મહિલા આયોગમાં જવાની ચીમકી આપી છે.
અમરેલી જિલ્લામાં ભાજપના બે જૂથ વચ્ચેના રાજકીય વૈમનસ્ય સબબ થયેલા બનાવટી લેટર પેડના કેસમાં પાટીદાર સમાજની અપરણિત દિકરીની કોઈ મુખ્ય ભૂમિકાન હોવા છતાં રાતોરાત તેણીની ધરપકડ અને ત્યારબાદ ગુનાના રીકેટ્રક્શનનાં નામ પર જાહેર માર્ગ પર અસંખ્ય લોકોની વચ્ચે તેણીનું સરઘસ કાઢીને તેણીની જાહેર બદનામી અને તેણીના ભાવી સામાજિક જીવન સામે પ્રશ્નાર્થ ઊભો કરતી કાર્યવાહી રાજકીય નેતાઓ ના ઇશારે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હોવાની વ્યાપક લોક ચર્ચા છે ત્યારે આ ઘટના ની તટસ્થ તપાસ કરી આ પાટીદાર દિકરીને સમાજમાં બદનામ કરવા માં જે પણ દોષિત હોય તે રાજકીય નેતાઓ અને તેમનાં ઇશારે અયોગ્ય કાર્યવાહી કરી આરોપીનાં માનવ અધિકાર અને મહિલા તરીકેના અધિકારોનો ભંગ કરનાર જવાબદાર પોલીસ કર્મીઓ સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેથી આમ જનતાનો આપની સરકાર પર ભરોસો કાયમ રહે.