For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેકેશનમાં ફીના ઉઘરાણા કરતી શાળા સામે કાર્યવાહી કરો: કોંગ્રેસ

04:55 PM May 14, 2025 IST | Bhumika
વેકેશનમાં ફીના ઉઘરાણા કરતી શાળા સામે કાર્યવાહી કરો  કોંગ્રેસ

Advertisement

રાજકોટમા વિવિધ ખાનગી શાળાઓ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 10-11-12 ના વિદ્યાર્થીઓ માટે વેક્શન બેચના નામે અભ્યાસક્રમ શરૂૂ દેવામા આવતો હોય છે અને તેની પણ મસ્ત મોટી ફીઓ ઉઘરવામા આવતી હોય છે જે વાલીઓ માટે આર્થિક બોજરૂૂપ બનતી હોય છે ત્યારે આ મુદાને લઈ આજે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા અને પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જીલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખીને રજૂઆત કરી હતી.તેઓએ રજૂઆતમા જણાવ્યુ હતુ કે આ પ્રકારની વેકેશન બેચની ન તો કોઈ શૈક્ષણિક સંસ્થાને જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા આ પ્રકારની મંજૂરી છે અને ન જ રાજ્યશિક્ષણ બોર્ડ તરફથી અભ્યાસ શરૂૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.રાજ્ય સરકારના શિક્ષણવિભાગના નિયમોના અનુસાર કોઈ પણ શાળા વેકેશન દરમ્યાન અનધિકૃત રીતે શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂૂ કરી શકે નહીં.

રોહિતસિંહે જણાવ્યુ હતુ કે હાલના સમયમા પુખ્તવયના વિદ્યાર્થીઓમા વધતા જતા આત્મહત્યાના કિસ્સાઓ ચિંતાજનક છે ત્યારે ખાસ કરીને ધ્યાન દોરવા જેવો મુદ્દો એ છે કે, વેકેશનનો હેતુ માત્ર શૈક્ષણિક વિરામ નહીં પરંતુ બાળકોના મનોવિજ્ઞાનિક અને શારીરિક આરામ માટે પણ હોય છે. વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓએ મનોરંજન, કૌશલ્ય વિકાસ, પરિવાર સાથે સમય વિતાવવો અને માનસિક તાજગીને અનુભવવી જોઈએ. પરંતુ સ્કૂલો દ્વારા સમય પહેલા અભ્યાસ શરૂૂ કરવાથી વિદ્યાર્થીઓ પર અનાવશ્યક બોજ ઊભો થાય છે, જે તેમના સમગ્ર વિકાસ માટે નુકસાનકારક બની શકે છે.

Advertisement

આ અંગે તેઓએ કહ્યુ હતુ કે વેકેશન દરમિયાન શાળાઓ ચાલુ રાખવી એ રાજ્ય શિક્ષણ વિભાગની માર્ગદર્શિકા વિરુદ્ધ છે. વેકશનમા ફી ના ઉઘરાણા એ વાલીઓ પર આર્થિક દબાણ ઊભું થાય છે કારણ કે સ્કૂલો પુરતી ફી લઈને વેકેશન દરમ્યાન અનૌપચારિક વર્ગો ચલાવે છે.વિદ્યાર્થીઓના આરામ અને પોઝિટિવ માઈન્ડસેટને નુકસાન થાય છે. તેઓએ અંતમા જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓની માંગ છે કે: આવા કેસોની તાત્કાલિક તપાસ કરાવી આવી શાળાઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવી. વેકેશન દરમ્યાન વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક દબાણ ન આવે તેની ખાતરી માટે સ્પષ્ટ દિશાનિર્દેશ જાહેર કરવા જોઈએ. ખાનગી શાળાઓને ફી સંબંધી પારદર્શક અને નીતિબદ્ધ વ્યવસ્થા માટે પાબંદ કરવી. સરકારે જાહેર કરેલ વેકેશન સમય દરમિયાન જો કોઈ શાળાઓ શૈક્ષણિક કાર્ય શરૂૂ રાખે તે સબંધિત ફરિયાદ નિવારણ હેલ્પલાઈન નંબર જાહેર કરવામા આવે. વિદ્યાર્થીઓના સાર્વાંગી વિકાસ અને શિક્ષણના સ્વચ્છ માળખા માટે ઉપરોક્ત જરૂૂરી પગલાં તાત્કાલિક લેવામા આવે અન્યથા કોંગ્રેસ જે તે સ્કૂલોની ફરિયાદના આધારે હલ્લાબોલ કરશે અને જરૂૂર પડ્યે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસનો ઘેરાવ પણ કરશે.

ડીઇઓના પરીપત્રનો પણ થતો ઉલાળિયો
(1)થી રાજયની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબ રાજયની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે ઉનાળુ વેકેશન તા.05/05/2025 થી તા.08/06/2025 સુધી નિયત કરવામાં આવેલ છે. અમુક શાળાઓ ઉક્ત નિયત થયેલ ઉનાળુ વેકેશનના નિયમનો ભંગ કરતી ધ્યાને આવેલ છે. નિયત થયેલ ઉનાળા વેકેશનનું ચુસ્તપણે પાલન કરી તેની અમલવારી કરવા જણાવવામાં આવે છે. જો નિયત ઉનાળુ વેકેશન દરમિયાન કે તે પહેલા કોઈ શાળા મંડળ દ્વારા શાળા ચાલુ હોવાનું જોવા મળશે તો તેમની સામે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેવી. તેવી પરિપત્ર કરાયો છે. તેનો પણ ઉલાળ્યો થઇ રહ્યો હોવાની ચર્ચા થઇ રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement