રાહુલ ગાંધીને ગોળી મારવાનું કહેનાર ભાજપ પ્રવક્તા વિરૂધ્ધ કાર્યવાહી કરો
ભાજપના બિહારનાં પ્રવકતાએ જાહેર મંચ ઉપરથી રાહુલ ગાંધીને ગોળી મારવાનું કહેનાર વિરૂધ્ધ કાર્યવાહી કરવા કોંગ્રેસ આગેવાનોએ પોલીસ કમિશનરને રજુઆત કરી હતી.
રજુઆતમાં જણાવાયું હતું કે જે લોકોએ 62 વર્ષ સુધી તિરંગો પોતાની કાર્યાલય ઉપર ફરકાવ્યો નથી, જેમણે ભારતનાં બંધારણ નો હંમેશા વિરોધ કર્યો છે. તેવા સંવિધાન વિરોધી લોકતંત્ર વિરોધી લોકો એટલે કે ભાજપના બિહાર ના પ્રવક્તા એ જાહેર મંચ ઉપરથી જન નાયક રાહુલ ગાંધી ને છાતીમાં ગોળી મારવાની જે વાત કરી છે.
અને આજની તારીખ સુધી તે વ્યક્તિ ઉપર પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તે ખુબજ નિંદનીય બાબત છે. જેમાં કોંગ્રેસના આગેવાનો વશરામભાઇ સાગઠીયા, મકબુલભાઇ દાવદાણી, માવજીભાઇ રાખશીયા, અને બહેન કોમલબેન ભારાઈએ રાજકોટ પોલીસ કમિશ્નર ને લેખિત ફરિયાદ કરી છે કે આ શખ્સ વિરુદ્ધ એફઆઇઆર નોંધી તેની ધરપકડ કરવામાં આવે, અને જન નાયક રાહુલ ગાંધીની સુરક્ષામાં વધારો કરવામાં આવવો જોઈએ, ભાજપના આગેવાનો રાહુલ ગાંધી ની વધતી લોક પ્રિયતા થી ડરી ગયા છે. એટલે આવા હવાતિયાં મારી રહ્યા છે. તાનાશાહ સરકાર જનતા માટે ઉઠતો દરેક સાચો અવાજ દબાવી દેવા માંગે છે. લદાખ મા લદાખની જનતા માટે અવાજ ઉઠાવનાર સોનમ વાંગચુક જે દેશનુ ગૌરવ છે તેને એનએસએ હેઠળ જેલ હવાલે કરવામાં આવેલ છે. આ બધી બાબતો દર્શાવે છે કે ભાજપને સમજ પડી ગઈ છે.
કે જનતા હવે તેની સાથે નથી રહી, માટે ગુંડાગીરી કરીને પ્રશાસન નો દુરુપયોગ કરીને હિટલરશાહી શાસન લાવવા માંગે છે. પરંતુ આ એ કોંગ્રેસ છે કે જેઓએ ભારતને ગોરા અંગ્રેજોના દમનથી આઝાદી અપાવી છે. અને હવે આઝાદી સમયે અંગ્રેજોની દલાલી કરનારાઓ થી ભારતની જનતા ને કોંગ્રેસ આઝાદી અપવાશે. ભાજપના આવા છુટભૈયા નેતાની ધમકી થી જન નાયક રાહુલ ગાંધી ડરી જવાના નથી તેઓ જનતા માટે લડે છે અને લડતા રહેશે.