For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તંત્ર અને રાઇડ્સ- આઇસક્રીમના ધંધાર્થીઓ વચ્ચે મડાગાંઠ યથાવત્

04:49 PM Aug 06, 2024 IST | Bhumika
તંત્ર અને રાઇડ્સ  આઇસક્રીમના ધંધાર્થીઓ વચ્ચે મડાગાંઠ યથાવત્
Advertisement

જુના નિયમો જ રાખવા અને જીએસટી ભરવાના મુદ્દે સંચાલકો મક્કમ: હરાજી ત્રીજી વખત મોકૂફ, સાંજે મનામણા માટે ફરી બેઠક

રેસકોર્ષ મેદાનમાં યોજાનાર જન્માષ્ટમીના લોકમેળાની ડિઝાઇન ફાઇનલ કરી નાખવામાં આવી છે અને પ્લોટ- સ્ટોલની હરરાજી હાથ પર લેવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા ફાયર સહીતના નિયમો કડક કરી નખાતા અને જીએસટી અગાઉ ભરવાના વલણથી ધંધાર્થીઓ હરરાજીથી દુર રહ્યા છે. આજે ફરીથી આ મડાગાંઠ નહીં ઉકેલાતા ફરી વખત હરરાજી મોકુફ રાખવામાં આવી છે.

Advertisement

રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ થયા બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા પ્લોટ અને સ્ટોલની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે તેમજ ફાયર સહીતના નિયમો આકરા કરી દેવામાં આવ્યા છે. જયારથી મેળાના નિયમો જાહેર કરવામાં આવ્યા છે ત્યારથી રાઇડસ સંચાલકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને નિયમમાં છુટછાટ આપવા અથવા જુના નિયમોની અમલવારી રાખવા માંગ કરવામાં આવી રહી છે અને અગાઉ આ બાબતને લઇને અગાઉ હરરાજી મોકુફ રાખવામાં આવી હતી. આઇસ્ક્રીમના ધંધાર્થીઓ પણ જીએસટી મુદે રજુઆત કરી ચુકયા છે. તંત્ર દ્વારા અગાઉથી જીએસટી ભરવાનો આદેશ કરવામાં આવ્યો હતો તેનો વિરોધ આઇસ્ક્રીમના ધંધાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમાં પણ તંત્ર નિયમ હળવો કરવા તૈયાર નથી તેથી ધંધાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને હરરાજી પાછી ઠેલવાઇ હતી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાઇડસના સંચાલકો અને આઇસ્ક્રીમના ધંધાર્થીઓ સાથે બેઠક કરી હતી પરંતુ સતત નિષ્ફળ થતા હરરાજી મોકુફ રાખવી પડી હતી. આજે પણ બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ કોઇ જાતનું નિરાકરણ નહીં આવતા ત્રીજી વખત હરરાજી મોકુફ રાખવામાં આવી છે અને આજે ફરીથી બપોરબાદ રાઇડસ સંચાલકો અને આઇસ્ક્રીમના ધંધાર્થીઓ સાથે બેઠક કરવામાં આવશે.

નુકસાનીની સહાય ચૂકવવા કલેકટર પાસે ગ્રાન્ટ માગતી જિ.પંચાયત
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએે તાંડવ મચાવતા તળાટી સર્જી દીધી હતી અને ધોરાજી-ઉપલેટાના ગામડાઓ બેટમાં ફેરવાઇ ગયા હતા અને ખેતરોમાં પાણી ઘૂસી જતા ભારે નુકશાની થઇ હતી તેના સર્વ માટેની કામગીરી પખવાડીયામાં પૂર્ણ થઇ જશે. રાજકોટ જિલ્લા પંચાયતમાંથી મળતી માહિતી મુજબ ગ્રામ્ય વિસ્તારમાં થયેલી નુકશાની માટે પેકેજ જાહેર કરવા માંગ કરવામાં આવી હતી. જેથી તંત્ર દ્વારા આગેવાનો સાથે બેઠક કરી સમજાવતા પેકેજની સહાય મોકૂફ રાખવામાં આવી છે અને સર્વે બાદ સહાય ચૂકવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ધોરાજીમાં ત્રણ અને ઉપલેટામાં નુકશાનીના સર્વે માટે 8 ટીમ ઉતારવામાં આવી છે. જે 15 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ સુપરત કરશે. હાલ પ્રાથમિક સર્વે મુજબ ધોરાજીમાં ભારે વરસાદથી 11 જેટલા મકાન ધરાશાઇ થઇ ગયા હતા. તેને જિલ્લા પંચાયતના સ્વાભંડોળમાંથી સહાય ચૂકવી દેવામાં આવી છે. જ્યારે ઉપલેટામાં 7 મકાનો ધરાશાઇ થયા હતા. જેની સહાય હજુ ચૂકવવાની બાકી રહી ગઇ છે. ભારે વરસાદના કારણે ધોરાજી અને ઉપલેટામાં 352 ઘરની ઘરવખરીને નુકશાન થયુ હતુ તેમાં 2500 લેખે સહાય ચૂકવવામાં આવશે. પરંતુ જિલ્લા પંચાયત પાસે સહાયની રક્મ સ્વભંડોળમાં નહી હોવાથી સહાય ચૂકવવા માટે જિલ્લા પંચાયત દ્વારા કલેક્ટર તંત્ર પાસે રૂા.25 લાખના ગ્રાન્ટ આપવા માટે દરખાસ્ત કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement