For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના પ્રથમ મ્યુનિ. કમિશનર તરીકે સ્વપ્નિલ ખરેની નિમણૂક

12:15 PM Jan 02, 2025 IST | Bhumika
મોરબીના પ્રથમ મ્યુનિ  કમિશનર તરીકે સ્વપ્નિલ ખરેની નિમણૂક

ગુજરાત સરકાર દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે જ મોરબી સહિતની નવ નવી મહાનગર પાલિકાની જાહેર કરતાંની સાથે જ નવયે મહાનગર પાલિકા માટે મ્યુનિસપિલ કમિશનરની નિમણુંક કરતો હુકમ કર્યો છે, જે અન્વયે રાજકોટ મહાનગર પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખેરેને મોરબી મહાનગર પાલિકાના પ્રથમ મ્યુનિસપિલ કમિશનર તરીકે નિમણુંક કરવામાં આવી છે.

Advertisement

ઈંઅજ સ્વપ્નિલ ખરેનું મુળ વતન ભોપાલ છે. તેમના પિતા આસામ કેડરમાં IAS ઓફિસર હતા. તેમજ તેમના માતા શિક્ષક હતા. તેમણે ભોપાલ-આસામમાં કેન્દ્રીય વિધાલયમાં અભ્યાસ કર્યો છે. તેમજ દિલ્હીમાં IITમાંથી એન્જિનિયરિંગ કર્યું છે. સાથે સાથે UPSCની પરીક્ષાની તૈયારી કરીને સારા રેન્ક સાથે પરીક્ષા પાસ કરી હતી. તેમણે પાટણ પ્રાત ઓફિસર, જીલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠા ખાતે સેવા આપી ચુક્યા છે. તેમજ હાલમાં રાજકોટ ડેપ્યુટી મ્યુનિસપિલ કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારે આજે મોરબીને મહાનગરપાલિકાની સત્તાવાર જાહેર કરતાંની સાથે જ નવેય મહાનગર પાલિકાના કમિશનરની નિમણુંક કરતો હુકમ કર્યો છે. જે અન્વયે મોરબી મ્યુનિસિપલ કમિશનર તરીકે સ્વપ્નિલ ખરેની નિમણૂંક કરવામાં આવી છે.

મોરબી મહાનગરપાલિકામાં મોરબી શહેર ઉપરાંત શક્ત સનાળા, રવાપર, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ, જવાહર, ત્રાજપર, માળીયા વનાળીયા, મહેન્દ્રનગર, ઈન્દિરાનગર, માધાપર/ વજેપર ઓજી સહિત ના ગામોનો સમાવેશ કરવામાં આવશે

Advertisement

મોરબી જિલ્લાને અંગ્રેજી કેલેન્ડર મુજબના નવા વર્ષના પહેલા દિવસે મોટી ભેટ મળી છે અને આજથી મોરબી નગરપાલિકાની જગ્યાએ મહાનગરપાલિકા સત્તાવાર રીતે મંજૂર કરવામાં આવી છે ત્યારે વર્ષોથી પ્રાથમિક સુવિધાઓને ઝંખતા મોરબીના નગરવાસીઓને મહાનગરપાલિકાના કમિશનર અને સત્તાધિશો પાસે બહુ મોટી અપેક્ષા છે

Advertisement
Tags :
Advertisement
Advertisement