વીરપુર આવી બાપાની માફી માગશે સ્વામી, વિવાદનો અંત
જ્ઞાનપ્રકાશ સ્વામીની વિવાદિત ટિપ્પણી બાદ વીરપુર સજજડ બંધ રહેતા સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે સમજૂતી થતા મામલો થાળે પડયો
વિરપુરમાં જલારામ બાપાને લઈ વિવાદ હાલ થાળે પડ્યો છે. સુરતના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા જલારામ બાપા પર વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી. જેને લઈને ભક્તોમાં રોષનો માહોલ ફેલાયો હતો. ખાસ કરીને વિરપુરમાં પરિસ્થિતિ આ મામલે ઘણી વણસી હતી. જોકે હાલ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ સ્વરૂૂપ સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. જેમાં આ સમગ્ર મામલે હવે દેવ સ્વરૂૂપ સ્વામીએ લોહાણા સમાજની માફી માંગી છે. જેના કારણે આ આખો મામલો થાળો પડ્યો છે.
વધુમાં સમગ્ર મામલે હવે જ્ઞાનપ્રકાશ સ્વામી મંદિર આવશે અને પરિવારને માફી માંગશે તેવી માહિતી પણ સામે આવી છે. આપને જણાવી દઈએ કે સ્વામીએ સોશિયલ મીડિયા પર પોતાના ફોલોઅર્સ વધારવા માટે આ બફાટ કર્યો હતો. જોકે હવે આ સમગ્ર મામલે વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા સ્વામી પાસેથી લેખિતમાં અને વીડિયો મારફતે માફી માંગવામાં આવશે. હાલ વિરપુરમાં આ સમગ્ર મામલો થાળે પડી ગયો છે.
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરના સમરથ સંતશ્રી શીરોમણી પૂજ્ય જલારામબાપા વિશે જ્ઞાન પ્રકાશની ટિપ્પણીથી વિવાદ થયો છે,ત્યારે આજે યાત્રાધામ વીરપુરની ગ્રામ પંચાયતમાં ગ્રામજનો,વેપારીઓ આગેવાનો સરપંચ સહિત રઘુવંશી સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી,બેઠકમાં જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવે જલારામબાપા માફી માગે તેવું જ્ઞાનપ્રકાશ સ્વામીને અલ્ટીમેટમ અપાયું છે,સાથે વીરપુર ગ્રામ પંચાયત ખાતે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો કે, વીરપુરના વેપારીઓ પોતાના રોજગાર ધંધાઓ બે દિવસ સજ્જડ બંધ પાળવાનો નિર્ણય કરાયો હતો.
જોકે, વીરપુરમાં પૂજ્ય જલારામબાપાના ભક્તો માટે દર્શન અને અન્નક્ષેત્ર રાબેતા મુજબ શરૂૂ રાખવામાં આવ્યા છે. ત્યારે જ સ્વામીએ વિરપુર આવી જલારામ બાપાની માફી માંગશે તેવું લેખીતમાં આપતા મામલો થાયે પડયો છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલ ટિપ્પણી બાદ વીરપુરના ગ્રામજનો અને ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, વીરપુર જલારામ બાપાના મંદિર સુધી ભક્તોએ પદયાત્રા કરી હતી. યાત્રાધામ વીરપુર આજે અને આવતીકાલે બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વીરપુર ગ્રામ પંચાયત કચેરીમાં મળેલી બેઠકના નિર્ણય બાદ તમામ વેપારીઓ આજથી જ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વૈચ્છિક બંધ કરવાની શરૂૂઆત કરી હતી, જીવન જરૂૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રહી હતી,જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી જલારામ બાપાની માફી માંગે તેવી માંગ કરી હતી અને આંદોલનની ચિમકી આપેલ જેના ભાગરૂપે સ્વામીએ રૂબરૂ માફી માગવા વિરપુર આવવાનું વચન આપ્યું હતું. પરિણામે આંદોલનનો નિણરય પરત લેવાયો છે.